ગુજરાત
News of Monday, 15th August 2022

નર્મદા ડેમની જળસપાટી 135.24 મીટરે પહોંચી : હાલમાં 4.56 લાખ ક્યૂસેક પાણીની આવક : 23 દરવાજા ખોલાયા

નર્મદા ડેમની ભયજનક સપાટી 138.64 મીટર:અત્યાર સુધી નર્મદા ડેમ 88.64 ટકા ભરાયો

નર્મદા ડેમની જળસપાટી 135.24 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાંથી 1.95 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. જળસ્તર જાળવી રાખવા નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. નર્મદા ડેમમાંથી હાલ 4.56 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જળસ્તર જાળવી રાખવા 1.95 લાખ પાણી છોડાઇ રહ્યું છે. મહત્વનું છે કે નર્મદા ડેમની ભયજનક સપાટી 138.64 મીટર છે. અત્યાર સુધી નર્મદા ડેમ 88.64 ટકા ભરાયો છે. 

(9:53 pm IST)