ગુજરાત
News of Monday, 15th August 2022

કાલોલ પાલિકાના વિકાસના કામોનું રાજ્ય મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે લોકાર્પણ

મંત્રીના હસ્તે ફલેગ માસ્ટર પોલ એન્ડ ડેવલોપમેન્ટ ઓફ ટ્રાયગલ સર્કલ, 10 લાખ લીટર આરસીસી. ( ઈ.એસ.આર.) દિવાનવાડી, 5 લાખ લીટર આરસીસી (ઈ.સી.આર.)નું લોકાર્પણ તેમજ સ્મશાન ડેવલોપમેન્ટનું કામ, ભઠીયાદરા પીર કોઝ વે, પાલિકા વિસ્તારના સી.સી.રોડ અને ડામર રોડના કામોનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું

કાલોલઃ  કાલોલ નગરપાલિકાના વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમૂહર્ત તથા નવા આયોજન અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કાલોલ નગર પાલિકા વિસ્તારના વિકાસના કામોની યાત્રાને આગળ ધપાવવા સરકાર તરફથી મળેલ ગ્રાન્ટમાંથી થયેલ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂહર્ત કાર્યક્રમ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું.

મંત્રીના હસ્તે ફલેગ માસ્ટર પોલ એન્ડ ડેવલોપમેન્ટ ઓફ ટ્રાયગલ સર્કલ, 10 લાખ લીટર આરસીસી. ( ઈ.એસ.આર.) દિવાનવાડી, 5 લાખ લીટર આરસીસી (ઈ.સી.આર.)નું લોકાર્પણ કરાયું. જ્યારે સ્મશાન ડેવલોપમેન્ટનું કામ, ભઠીયાદરા પીર કોઝ વે, પાલિકા વિસ્તારના સી.સી.રોડ તેમજ ડામર રોડના કામોનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું.

કાલોલ પાલિકા દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, જીલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, જીલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ, પંચમહાલ કલેકટર સુજલ મયાત્રા, પ્રાદેશિક કમિશ્ર્નર પ્રશસ્તિપારીક સહિત ચીફ ઓફિસર વિનય ડામોર, પ્રમુખ સૈફાલીબેન ઉપાધ્યાય, ઉપપ્રમુખ નારાયણભાઈ કાછીયા, કારોબારી અધ્યક્ષ યુવરાજસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

(3:05 pm IST)