ગુજરાત
News of Monday, 15th August 2022

સાબરકાંઠા જીલ્લાના હિમતનગરના દલપુર પાસે કારમાં અચાનક આગ

શોટ સર્કીટના કારણે નીકળતા ધુમાડા બાદ આગ લાગતા કાર આગમાં લપેટાઈ ગઈ હતીઃ ફાયરબ્રિગેડ આવતા પહેલા જ આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યુ હતું અને કાર બળીને ખાખ થઇ ગઈ

અમદાવાદઃ  સાબરકાંઠા જીલ્લાના હિમતનગરના દલપુર પાસે રવિવારે રાત્રે કારમાં અચાનક આગ લાગી હતી. જેને લઈને કાર માલિકે બહાર નીકળી ફાયરને જાણ કરી હતી, પરંતુ ફાયર આવતા પહેલા આગમાં લપેટાયેલી કાર નજર સામે સળગી ગઈ હતી.

પ્રાંતિજના નાનાનપુર ગામના બીરેનકુમાર રસિકભાઈ પટેલ જે હિમતનગરની સાબરડેરીમાં નોકરી કરે છે. રવિવારે રાત્રે સાબરડેરીમાંથી નોકરી પૂરી થતા 12 વાગે સાબરડેરીથી પોતાની આઈટેન કાર લઇ ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે દલપુર પાસે અચાનક કારમાં ધુમાડા નીકળતા જોઈ બિરેનભાઈ કાર બહાર નીકળી ગયા હતા. તો જોત જોતામાં શોટ સર્કીટના કારણે નીકળતા ધુમાડા બાદ આગ લાગતા કાર આગમાં લપેટાઈ ગઈ હતી. બીજી તરફ બહાર નીકળી જતા બિરેનભાઈનો બચાવ થયો હતો તેમને ફાયર વિભાગને જાણ કરી હતી.પરંતુ ફાયરને આવતા સમય લાગ્યો હતો દરમિયાન વિકરાળ આગમાં કાર નજર સામે જ ખાખ થઇ ગઈ હતી.

(3:01 pm IST)