ગુજરાત
News of Monday, 15th August 2022

વડોદરાના બિલરોડ પર પી.એસ.આઈ.ના બંગલાને નિશાન બનાવી તસ્કરોએ 5 લાખની તસ્કરી કરતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા: બિલ રોડ પર અશોક વાટિકા બંગ્લોઝમાં રહેતા પી.એસ.આઇ.ના બંગલામાંથી ચોર ટોળકી  સોનાના દાગીના અને રોકડા મળીને ૫.૩૦ લાખની મત્તા ચોરી ગઇ હતી.

બિલ રોડ પર શગુન પાર્ટી પ્લોટની સામે અશોક વાટિકા બંગ્લોઝમાં રહેતા રાજેશ બ્રહ્મભટ્ટ ગાંધીનગર રેન્જ આઇ.જી.ના રીડર પી.એસ.આઇ.તરીકે નોકરી કરે છે.તેમના બે સંતાનો કેનેડામાં અભ્યાસ કરે છે.તેમના પત્ની ગત તા.૭ મી એ ઘર બંધ કરીને ગાંધી નગર ગયા હતા.અને તેઓ તા.૧૨ મી એ અરવલ્લી ખાતે બંદોબસ્તમાં ફરજ પર ગયા હતા.તે દરમિયાન તેમણે ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરા મોબાઇલ એપમાં ચેક કરતા રાતે દોઢ થી અઢી વાગ્યાના અરસામાં ચાર આરોપીઓ  પાઇપ, ધોકા,ઇંટો અને પથ્થર લઇને આવ્યા હતા.તેઓએ ઘરના ઓટલાની બારીઓ તોડી ઘરમાં ઘુસ્યા હતા.જેથી,૧૩ મી તારીખે તેમણે ઘરે આવીને ચેક કરતા ઘરમાંથી રોકડા ૩૦ હજાર, સોનાનો પાંચ તોલાનો હાર, ૩૨ ગ્રામના પાટલા, ૧૮ ગ્રામની બુટ્ટીઓ મળીને કુલ રૃપિયા ૫.૩૦ લાખની મત્તા ચોરી ગયા હતા.જે અંગે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:22 pm IST)