ગુજરાત
News of Monday, 15th August 2022

રાજ્ય નાં 33 જીલ્લા ના 194 તાલુકા ઓ માં 1મીમી થી લઇ 144મીમી સુધી નો વરસાદ.

ઉમરપાડા 6 ઇંચ, મેઘરજ 4 ઇંચ અને મોડાસા 3 ઈંચ વરસાદ

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : ચોમાસાની આ સીઝન માં મેઘરાજા મન મૂકીને વરસી રહિયા છે જાણે ત્રીજા રાઉન્ડ માં પણ કોઈ કસર રાખવા માંગતા નથી.

   છેલ્લા 24 કલાક માં રાજ્યનાં 33 જીલ્લાના 194 તાલુકાઓમાં મેઘરાજા વરસ્યા છે. જેમાં ઉમરપાડા 6ઇંચ જેટલો, મેઘરજ 4 ઇંચ જેટલો અને મોડાસા 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

    ફ્લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાક માં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો....

     ઉમરપાડા 141 મીમી, મેઘરજ 91મીમી, મોડાસા 76 મીમી, ઇડર 66 મીમી, હિંમતનગર 64 મીમી, માંગરોળ 60 મીમી, સાગબારા 56 મીમી, ચોર્યાશી 49 મીમી, કડી 40 મીમી, નિઝર 38 મીમી, પલસાણા 36 મીમી, અને સુરત સીટી 35 મીમી વરસાદ નોંધાયેલ છે.

   આ ઉપરાંત માંડવી 33મીમી, ખેડા, 31મીમી, તો ઓલપાડ, મુન્દ્રા, વ્યારા, ડોલવણ, દેગામ, બેચરાજી અને વડાલી 30 મીમી વરસાદ નોંધાયેલ છે જ્યારે આ ઉપરાંત રાજ્ય નાં 169 તાલુકાઓમાં 1 મીમી થી 29 મીમી સુઘી નો વરસાદ નોંધાયો છે.

  આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે સવારે 10 કલાકે સાઉથ ગુજરાત સહીત રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે.

(10:31 am IST)