ગુજરાત
News of Monday, 15th August 2022

રાજપીપળા લાલ ટાવર ખાતેથી BJP દ્વારા તિરંગા સાથે મશાલ રેલી નિકળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે, જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા” નુ રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું છે. જેને અનુલક્ષીને રાજપીપળા શહેરના લાલ ટાવર થી આજે સાંજે એક મશાલ રેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવી હતી જેમાં હાથમાં મશાલ અને તિરંગા સાથે બીજેપી જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, નગરપાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, નિલ રાવ સહિત મોટી સંખ્યમાં બીજેપી હોદેદારો અને કાર્યકરો જોડાયા હતા આ મશાલ રેલી લાલ ટાવરથી નિકળી કોર્ટે, સ્ટેશન રોડ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.

 

(10:57 pm IST)