સેલંબામાં કોમી એકતા તોડવાનો પ્રયાસ કરતી ઓડિયો કલીપ સોસીયલ મીડિયામાં ફેરવનાર શખ્સ સામે ફરીયાદ
( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં હિન્દૂ મુસ્લિમ વચ્ચે કોમી એકતા તોડવા પ્રયાસ કરતી ઓડિયો કલીપ સોસીયલ મીડિયામાં ફેરવનાર શખ્સ સામે સાગબારા પો.સ્ટે.માં ફરીયાદ દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર સાજીદશેખ સલીમ શેખ(રહે. સેલંબા પાંચ પીપરી રોડ )ની ફરીયાદ મુજબ સંતોષ ઉર્ફે ભુરીયો વસંતભાઈ વસાવા (રહે.સેલંબા નવી નગરી) એ મોબાઈલ ફોન નંબર-૯૬૩૮૭૩૬૮૫૭ થી હિંદી ભાષામાં“ બિભત્સય ગાળો બોલી ભુરીયા નામ હે મેરા નવી નગરી મે આ જાના જેવી ઓડીયો ક્લીપ તથા બીજી એક ઓડીયો ક્લીપમાં સ્થાનિક આદિવાસી ભાષા વાળી ઓડીયો ક્લીપ સોશીયલ મીડીયામા વાયરલ કરી હિન્દુ મુસ્લીમ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય અને કોમી એકતા તોડવાનો પ્રયાસ કરી બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય પેદા થાય અને મુસ્લીમ સમાજના લોકોની લાગણી દુભાય તે રીતે ગુનાહીત કૃત્ય કરતા સાગબારા પોલીસે સંતોષ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.