ગુજરાત
News of Thursday, 15th July 2021

પ્રાંતિજના પિલુદ્રા રોડ નજીક વૃક્ષોનું બેફામ નિકંદન કાઢવામાં આવતા વનવિભાગે આંખ આડા કાન કર્યા હોવાનું સામે આવ્યું

પ્રાંતિજ:સહિત તાલુકામાં વુક્ષછેદનની પ્રવૃત્તિએ હાલ ભારે માજા મુકી છે અને લીલાછમ તથા ધટાદાર વુક્ષોનંુ નિકંદન નિકળી રહ્યુ છે ત્યારે આ સમગ્ર ધટના જાણતા હોવા છતાંય વન વિભાગના અધિકારી સબ સલામતનું રટણ કરી રહ્યા છે.

પ્રાંતિજના પીલુદ્રા-સાંપડ રોડ ઉપર રોડની સાઇડમાં આવેલા અડુસાના વૃક્ષોનું છેદન ધોળા દહાડે બિન્દાસપણે ચાલી રહ્યુ હતંુ  પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલા આંબાલીમડોમહુડાઅડુસાજાંબુ જેવા અનેક લીલાછમ વુક્ષોનું વન વિભાગની નાક નીચે મોટા પાયે બેરોકટોકપણે નિકંદન થઈ રહ્યુ છે.

પ્રાંતિજ સહિત તાલુકા મા અનેક ઠેકાણે ખેતરોમાં આંબાવાડી આવી હતી પરતુ આજે એકલદોકલ આંબાવાડી અથવા તો આંબા જોવા મળે છે તો અનેક જગ્યા બ્લોક સર્વે નંબરોમાં બોલતા વિવિધ વૃક્ષો નથી. કટીંગ થયેલો લાકડા શો મીલોમા મોકલી રહ્યા છે ત્યારે પ્રાંતિજ વન વિભાગ અધિકારી હાલતો સબ સલામત ના દાવા કરી રહ્યા છે જેથી વુક્ષપ્રમી લોકો દ્રારા સત્વરે આ સમગ્ર મામલે કાયદાકીય પગલા ભરે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે

(5:06 pm IST)