ગુજરાત
News of Wednesday, 14th February 2018

પાટણના ચાણસ્મા નજીક બંદૂકની અણીએ લૂંટારૃઓએ ત્રણ પેઢી પાસેથી લૂંટ ચલાવી

પાટણ:જિલ્લાના ચાણસ્મા નગરમાં આજે સવારે ૯-૩૦ વાગ્યાના સુમારે રિવોલ્વોર બતાવી આંગડીયાની પેઢીમાં રૃપીયા એક લાખ રોકડ તથા ર નંગ મોબાઈલજી લુંટની ચકચારી ધટના બનવા પામી હતી. જેમાં ચાણસ્મા નગરમાં પાંજરાપોળ સામે આવેલ કોમ્પલેક્ષમાં આંગડીયાની પેઢીના કર્મચારી સવાર સવારમાં સાફ સાફઈ કરતા હતા તેવા સમયે ગાડીમાં આવેલ ૬ લુંટારા પૈકી ૩ લુંટારા મોં પર બાંધેલી હાલતમાં આવી ત્રણ પૈકી ર લોકોએ રીવોલ્વોર બતાવી તીજોરીમાં પડેલ કેશ તથા ર નંગ મોબાઈલની ધોળાદાડે લુંટ કરી ગાડીમાં બેસી ભાગી છુટયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે ત્વરીત તપાસ હાથ ધરી હતી.

ચાણસ્મા નગરમાં રિવોલ્વર બતાવી આંગણીયાની પેઢીમાં લુંટની ચકચારી ઘટનાની સમગ્ર પંથકમાં પ્રજાની સલામતી બાબતે ડરનો માહોલ બન્યો છે. ચાણસ્મા પંથકમાં આ પ્રકારે રિવોલ્વર જેવા ધાતક હથીયારો સાથે ૬ લોકોની લુંટાળુ ટોળકી આવી બજાર વચ્ચેથી લુંટ કરી ભાગી છુટે તે અસામાન્ય ઘટના માનવમાં આવી રહી છે. આ ઘટનાથી ચાણસ્મા નગરની પ્રજામાં સલામતીની બાબતે ચિંતત જોવા મળી રહી છે. સબ સલામતની વાતો કરતી પોલીસ અને પ્રશાસન આ લુંટની ઘટના બનતા ખોટુ સાબીત થઈ રહયુ છે. સલામતી માટે ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવમાં આવ્યા હોવાની લુંટારૃ તથા અન્ય ગુનાહીત માનસ ધરાવતા ગુનેગારોને જાણ હોઈ આવા પ્રકારની ધટના સમયે ગુન્હેગચારો મોપર બુકાની બાંધી ધટનાને અંજામ આપી રહયા છે. જેથી લુંટની ઘટના કોઈ કેમેરામાં કેદ થાય તો પણ લુંટારૃઓની ત્વરીત ઓળખ થઈ શકતી નથી. આમ પોલીસ કરતા લુંટારાઓ આગળનું વિચારતા હોવાનું ધ્યાને આવે છે.

(6:47 pm IST)