ગુજરાત
News of Wednesday, 14th February 2018

જખૌમાં વદરાજ સિમેન્ટ દ્વારા વાર્ષિક ૬૦ લાખ ટન સિમેન્ટનું ઉત્પાદન

અમદાવાદઃ સૌરાષ્ટ્ર- કચ્છમાં જખૌ ર્પોટ, ખાતે આવેલ વદરાજ સિમેન્ટ લીમીટેડ, વાર્ષિક ૬૦ લાખ ટન પ્રતિ વર્ષ ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ છે. કંપનીની કલીન્કર પ્રોડકટસ ઇજપ્ત, શ્રી લંકા, બાંગ્લાદેશ, દુબઇ અને આફ્રિકન જેવા દેશોમાં એકસર્પોટ થાય છે. હાઇ ક્રોમ્પ્રેસીવ સ્ટ્રેન્થવાળી ર્પોટલેન્ટ સ્લેગ સિમેન્ટ, ર્પોટલેન્ટ પોઝોલોન સિમેન્ટ ઓપીસી, જીજીબીસી, પ્રોડકટસ ધરાવે છે. જેનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિશાળ ડીલર નેટવર્ક ધરાવેછે.

 કંપની બીઆઇએસ ધારા ધોરણ અનુસાર સૌરાષ્ટ્ર કચ્છ અને સુરત પ્લાન્ટ ધરાવે છે. તેમજ અમદાવાદ, મુંબઇ, વડોદરા અને સુરત ખાતે માકેટીંગ ઓફિસ ધરાવે છે. કંપનીની કવોલીટી સુપર સ્ટાર્ન્ડડ પ્રોડકટસનો ઉપયોગ અસંખ્ય જગ્યાએ થાય છે. જેમ કે રોડ, બ્રિજ, સુગર મીલ, રીફાઇનરી, કેમીકલ પ્લાન્ટ, વોટર ટેન્ક, સ્વિમીંગપુલ, ચીમની, હોસ્પીટલ, સ્ટેડીયમ, એરપોર્ટ રનવે, કુલીન ટાવર, અંડર બ્રિજ, ટનલ વગેરેમાં ઉપયોગમાં આવે છે. તેમજ કંપનીને આ ક્ષેત્રના ઘણા ગ્રાહકો છે. કંપનીની આ પોડકટસથી નાણાં અને સમયની બચત થાય છે.

(4:01 pm IST)