ગુજરાત
News of Sunday, 14th August 2022

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકેડમી, શહેરા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત પાંચ કિલોમીટર મેરેથોન રનીંગનું આયોજન...

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો અને વિધાન સભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિ

અમદાવાદ : ભારત વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે. તેને ભારત, હિન્દુસ્તાન અને આર્યાવર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત એક એવો દેશ છે જ્યાં લોકો વિવિધ ભાષાઓ બોલે છે અને વિવિધ જાતિ, ધર્મ, સંપ્રદાય અને સંસ્કૃતિના લોકો સાથે રહે છે. તેથી જ ભારતને 'વિવિધતામાં એકતા'નો દેશ કહેવામાં આવે છે.સ્વાતંત્ર્યની 75મી વર્ષગાંઠ પર શરૂ થયેલ સ્વાતંત્ર્યનો અમૃત ઉત્સવ એ આત્મનિર્ભરતા તરફનું એક બીજું પગલું છે. 

  આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે આઝાદીનો અમૃત મહોત્સવ 75 અઠવાડિયા પહેલા શરૂ થયો હતો. વડાપ્રધાને 12 માર્ચ, 2021ના રોજ અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ફેસ્ટિવલ 12 માર્ચ 2021 થી 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે.ભારત સરકારે આ 75મા સ્વતંત્રતા દિવસ પર ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસાત્મક પહેલ શરૂ કરી છે

. દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્ય સાથે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનથી પૂજનીય સંતો સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા સંત શિરોમણી શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી તથા ગુજરાત રાજ્ય વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, આર.એફ.ઓ. રોહિતભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં  કાર્યક્રમ સફળ રહ્યો હતો.

મેરેથોન દોડમાં સામેલ થયેલા યુવાનોને ઉપાધ્યક્ષ ભરવાડ તથા પૂજનીય સંતોએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને અનુમતિ આપી હતી. ત્યારબાદ એકથી છ નંબર મેળવનાર વિજેતાઓને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
વળી, ૫ કિલોમીટર મેરેથોન દોડમાં ૧૦ વર્ષની ઉંમરના  વાવ, હાલોલ તાલુકાના બાળકે ભાગ લીધો હતો એના આ સ્તુત્ય પ્રયાસથી પૂજનીય સંતો અને ઉપાધ્યક્ષ ભરવાડ પ્રસન્ન થઈ પુરસ્કાર આપ્યો હતો.
ત્યારબાદ  શહેરા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

(8:36 pm IST)