ગુજરાત
News of Sunday, 14th August 2022

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિરમગામનું ઐતિહાસિક મુનસર તળાવ દીવડાઓથી ઝળહળી ઉઠ્યું

વિરમગામ નગરપાલિકા અને ટાઉનહોલ રોશનીથી શણગારવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વિરમગામના ઐતિહાસિક તળાવમા દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક મુનસર તળાવ ફરતે શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિર યુવક મંડળ અને વિરમગામ નગરપાલિકા દ્વારા  દિવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. દિવડાઓથી મુનસર તળાવ ઝળહળી ઉઠ્યું હતું. આ ઉપરાંત વિરમગામ નગરપાલિકા અને સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ રોશનીથી શણગારવામાં આવ્યા હતા. દિવાની રોશની થી ઝળહળતા મુનસર તળાવ ને નિહાળવા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ ઝળહળતા મુનસર તળાવની તસવીરો મોબાઇલમાં લીધી હતી.

  આ કાર્યક્રમમાં વિરમગામ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, અધિકારીઓ ભાજપના હોદ્દેદારો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઐતિહાસિક મુનસર તળાવ ની ફરતે 360 થી વઘુ શિવલિંગ સ્થાપિત દેરીઓ (મંદિરો) હતી જ્યાં એક સાથે સાંકળ થી ઘંટનાદ થતો હતો.

(8:13 pm IST)