ગુજરાત
News of Saturday, 14th August 2021

હવે હાઇકોર્ટમાં ડોકયુમેન્ટ જમા કરાવવા કોર્ટ સુધી જવુ નહિ પડેઃ પેપરલેસ ઇ-સેવા કેન્દ્ર શરૂ થશેઃ ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય

ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે હાઇકોર્ટમાં ડોક્યુમેન્ટ જમા કરાવવા કોર્ટ સુધી જવું નહીં પડે. કારણ કે ગુજરાત હાઇકોર્ટમાં પેપરલેસ ઇ-સેવા કેન્દ્ર શરૂ કરાશે. ઇ-સેવા કેન્દ્રથી અરજદારો, વકીલો, પક્ષકારોના સમયનો બચાવ થશે. ‘‘માય કેસ સ્ટેટ્સ’’ મારફતે કોર્ટમાં જમા કરાવવા પડતા ડોક્યુમેન્ટ સરળતાથી સબમિટ થઈ જશે. ‘‘માય કેસ સ્ટેટસ’’ પર મેઈલ કરવાથી કેસની વિગતો મેળવી શકાશે અને અરજીઓ પણ થઇ શકશે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો માટે માટે ઇ-સેવા કેન્દ્ર આશીર્વાદરૂપ બનશે. હાઇકોર્ટમાં અરજી કરવા, કેસની તારીખ જાણવા કે કેસનું સ્ટેટસ જાણવું હોય તો આ ઇ-સેવા કેન્દ્ર થકી માહિતી મળી રહેશે.

(3:01 pm IST)