ગુજરાત
News of Wednesday, 14th July 2021

બાલાસિનોર તાલુકાના રૈયાલી ગામે પ્રિ-મોનસુનની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા:વીજ વાયરો પર પાનના વેળા વીંટાઈ જતા અકસ્માતનો ભય

બાલાસિનોર:તાલુકાના રૈયોલી ગામે એમજીવીસીએલની પ્રી-મોન્સુનની કામગીરી પર અનેક સવાલો ઉઠયા છે. ટીસી સહિત વીજ વાયરો પર પાનના વેલા વીંટાઈ જતા અકસ્માતની ભીતી સેવાઈ રહી છે.

બાલાસિનોર તાલુકામાં વાવાઝોડા બાદ અનેક જગ્યાએ વીજ પોલો અને જીવતા વીજ વાયરો મોત બનીને ઝળુંબી રહ્યાં છે. ત્યારે ચોમાસાનો પ્રાંરભ થતા જ અનેક જગ્યાએ વીજ ટ્રાન્સફોર્મરો આસાપાસ ઝાડી-ઝાંખરા તેમજ લીલી વનસ્પતિ ઉગી નીકળતા અકસ્માત સર્જાવાની ભીતી સેવાઇ રહીં છે. જોકે, વીજ તંત્રએ ચોમાસા અગાઉ મસમોટા વીજ કાપ મુકીને કરેલી પ્રિ-મોન્સુન કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ત્યારે રૈયોલી ગામે એમજીવીસીએલની પ્રિ-મોન્સુનની કામગીરી કાગળો પર દેખાતા રૈયોલી ગામમાં  વીજ વાયરો સહિત ટીસી પર પાનના વેલા તેમજ ઝાડી-ઝાંખરા વીંટાઈ જતા ભરચોમાસામાં તે માર્ગ પરથી પસાર થતા લોકોને જીવના જોખમે પસાર થવાની ફરજ પડે છે ત્યારે તાત્કાલીક ધોરણે એમજીવીસીએલના અધિકારીઓ દ્ધારા સમગ્ર તાલુકામાં ટીસી અને વીજ વાયરોને અડીને તેમજ નીચેથી પસાર થતા ઝાંડી-ઝાંખરા તાત્કાલીક ધોરણે દૂર કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

(5:05 pm IST)