ગુજરાત
News of Wednesday, 14th April 2021

બારડોલીમાં સ્વૈચ્છિક લોકડાઉન: 5 દિવસ લોકોને ધંધા રોજગાર બંધ રાખવા અપીલ

તેન , કડોદ , મઢી, સુરલી સહિતના ગામોમાં પણ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર

સુરત જિલ્લાના બારડોલીમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. બારડોલી વ્યાપારી એસોસિયેશન તેમજ પોલીસ અને પ્રશાશન મળી નિર્ણય લીધો છે. તારીખ 13 થી 18 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. 5 દિવસ લોકોને ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. બારડોલી નગરે સ્વૈચ્છીક લોકડાઉનનું પાલન શરૂ કર્યું છે

બારડોલી નગરની આસપાસના જોડાયેલા તેન , કડોદ , મઢી, સુરલી સહિતના ગામોમાં પણ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું છે.

(11:30 pm IST)