ગુજરાત
News of Sunday, 14th January 2018

બનાસકાંઠાના ભાદરા ગામની શાળામાં ૩ વર્ષથી ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓઃ વર્ગ ખંડ બનાવવાની માંગ સાથે ઘેરાવ

બનાસકાંઠા તા. ૧૩ :.. બનાસકાંઠા જીલ્લાની ભાદરા ગામની શાળામાં વર્ગ ખંડોના અભાવે વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલી વચ્ચે અભ્યાસ કરતા હોવાથી વિદ્યાર્થીઓને સુવિધા આપવાની માંગણી સાથે વાલીઓએ કલેકટર કચેરીનો ઘેરાવ કરીને રોષ વ્યકત કર્યો હતો.

રાજય સરકાર દ્વારા શિક્ષણ પાછળ મસમોટી ગ્રાન્ટની ફાળવણી કરે છે. પરંતુ જરૂરીયાતવાળી શાળાઓમાં કોઇ સુવિધા આપવામાં ન આવતા રોષ ફેલાયા છે.

ત્યારે ત્રણ વર્ષથી ભાદર ગામની પ્રાથમિક શાળામાં ઓરડા બન્યા નથી. જેના કારણે બાળકોએ ખુલ્લા આકાશ નીચે બેસીને ભણવું પડી રહ્નાં છે.  તેમ છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી.

જેથી રોષે ભરાયેલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ કલેકટર કચેરીનો ઘેરાવ કર્યો હતો. અને સ્કુલમાં ઓરડા વહેલી તકે બનાવવામાં આવે તેવી માગ કરી હતી.

(5:07 pm IST)