ગુજરાત
News of Saturday, 13th August 2022

વડોદરામાં નકરી છૂટી જતા લોનના હપ્તા ન ભરાતા યુવાને ટેંશનમાં આવી આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા: નોકરી છૂટી  ગયા પછી લીધેલી લોનના હપ્તા નહી ભરાતા ટેન્શનમાં આવી ગયેલા યુવાને અનાજમાં નાંખવાની ગોળીઓ ખાઇને આપઘાત કરી લીધો છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વારસિયા રીંગરોડ પર પ્રાર્થના ફ્લેટમાં રહેતો ૨૬ વર્ષનો કમલ વિનોદભાઇ મિસ્ત્રી અગાઉ વાહન લોનની રીકવરીનું કામ કરતો હતો.પરંતુ,હાલ છેલ્લા કેટલાક સમયથી નોકરી છૂટી જવાથી તે બેકાર  હતો.ઘરમાં કમાવવા વાળો તે એકલો જ હતો.તેમજ તેના મોજશોખ પણ ખર્ચાળ હતા.કમલ મિસ્ત્રીએ ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી ૩૦ હજાર અને ૩૮  હજારની બે લોન લીધી હતી.જે પૈકી ૩૦ હજારની લોનના હપ્તા શરૃ થઇ ગયા હતા.જ્યારે ૩૮  હજારની લોનના  હપ્તા હજી ઓક્ટોબર મહિનાથી શરૃ થવાના હતા.પહેલી લોનના  હપ્તા નિયમિત નહી ભરાતા તે સતત ટેન્શનમાં રહેતો હતો.તેણે ટેન્શનમાં આવીને અનાજમાં નાંખવાની ગોળીઓ ખાઇ લેતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં તેનું ડી.ડી.પણ પોલીસે લેવડાવ્યું હતું.જેમાં પણ તેને કોઇનો ત્રાસ  હોવાની વાત કરી નથી.સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

(4:29 pm IST)