નાનાપોંઢા વન વિભાગ દ્વારા આંમધા ગામમાં દરોડો :.24 હજારની કિંમતનો ખેરના લાકડાના જથ્થા સાથે ત્રણ આરોપીની અટક કરી
(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના નાનાપોંઢા વન વિભાગે મળેલી બાતમીના આધારે આંમધા ગામમાં રેડ કરી રૂ.24 હજારની કિંમતનો ખેરના લાકડાના જથ્થા સાથે ત્રણ લોકોની અટક કરી હતી.અને ક્વોલિસ અને મોટર સાઇકલ કબ્જે કરી હતી. નાનાપોંઢા વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વિભાગને બાતમી મળી હતી કે કપરાડા તાલુકાના આંમધા ગામમાં કેટલાક ઈસમો ખેરના બે વૃક્ષો કાપી સગેવગે કરવાની કોશિશ કરી રહ્યા હોવાની બાતમી મળતા વન વિભાગની ટિમ પહોંચી ઘટના સ્થળે પહોંચી અજિત રમેશ દિવા,પરવેઝ રણછોડ અજરીયા( રહે.મોટી વહિયાલ) અને મણી ભાણજી( રહે.નળી મધણીની) વન સરક્ષણની નિયમ હેઠળ અટક કરી હતી,અને ગુનો નોંધાયો હતો.અને નિયમ અનુસાર જામીન ઉપર છોડી દેવાયા હતા.અધિકારીઓ એ રૂ.24 હજારની કિંમતના ખેરના લાકડા, ક્વોલિસ કાર નંબર જી.જે.06.એબી.6047 અને મોટર સાઇકલ નંબર જી.જે.15.ડી.એ.7304ને કબ્જે કરી હતી.વધુ તપાસ નાનાપોંઢા વન વિભાગ કરી રહ્યું છે.