News of Tuesday, 13th February 2018
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણની પક્ષમાંથી હકાલપટ્ટી
પૈસા લઈને ટિકિટ ફાળવણીનો આરોપ :નવા પ્રમુખ તરીકે દિનેશ ગઢવીની વરણી
બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી પહેલા રાજકીય પક્ષમાં ધમાસાણ મચી ગયું છે ભાજપના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર જોશી કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. ઝાકીર ચૌહાણ પર પૈસા લઈને ટિકિટ ફાળવવાનો આરોપ હતો. આ આરોપ બાદ તેમની સામે પગલા ભરવામાં આવ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે દિનેશ ગઢવીની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ યાસીન બાંગલાવાલા હશે
(11:13 pm IST)