News of Saturday, 13th January 2018
અરવલ્લીના ભિલોડામાં ત્યજી દેવાયેલ હાલતમાં બાળક મળ્યુ
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના રીંટોળા ગામમાંથી ત્યજી દેવાયેલ હાલતમાં બાળક મળતા તેને ત્યજી દેનારાની શોધખોળ હાથ ધરાઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રીંટોળા ગામના પાદરમાં બાળકના રડવાનો અવાજ આવતા ગ્રામજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરીને તાત્કાલીક દવાખાને ખસેડલ છે જયાં બાળકની તબિયત સ્થિર છે.
દંપતિ સંતાન સુખ માટે કેટકેટલી માતા રાખે છે ત્યારે આ માસુમ બાળકને ત્યજી દેનાર કોણ હશે? તે તરફ પોલીસે તપાસ હાથ ધરી છે.
(8:53 pm IST)