ગુજરાત
News of Saturday, 13th January 2018

રિક્ષામાં પેસેન્જરને બેસાડી માલસામાનની ચોરી કરતા ચાર આરોપીને દબોચી લેતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ :8 ગુન્હાનો ભેદ ઉકેલાયો ;35 ગુન્હાની કબૂલાત

અમદાવાદ:રિક્ષામાં પેસેન્જરને બેસાડી માલ સામાનની ચોરી કરતા ચાર આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.પોલીસે ચોરીની એક રીક્ષા, મોબાઈલ અને રોકડ સહિત 2 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

    આરોપીઓની પૂછપરછમાં 8 ગુનાનો ભેદ ઉકેલાયો હતો.જો કે આરોપીઓએ 35 ગુના આચર્યા હોવાની કબુલાત કરી છે. ચોર ટોળકી રિક્ષામાં પેસેંજરના સ્વાંગમાં તેમની ટોળકીના સભ્યોને બેસાડતી હતી. અને ચોરીને અંજામ આપતી હતી ચારેય આરોપીમાં ફિરોજખાન પઠાણ અમદાવાદનો રહેવાસી છે. જયારે અબ્દુલ ઝબાર, હુસેન ખાન અને ઇમરાન ખાન ત્રણેય સુરતના રહેવાસી છે.

(12:03 pm IST)