ગુજરાત
News of Tuesday, 12th October 2021

તલોદ તાલુકાના સીમલીયા ગામ નજીક નકલી ક્રાઇમ બ્રાન્ચ અધિકારીની ઓળખ આપી લોકોને લુંટનાર પાંચ ઈસમોને પોલીસે ઝડપી પાડયા

તલોદ:તાલુકાના ગઢવાળ ગામના પ્રવિણસિંહ ઝાલાએ નોંધાવેલી ફરિયાદ અન્વયે આ ઘટનાની વિગત એવી છે કેસીમલીયા ગામના હનુમાનજી મંદિર જવાનો રસ્તો ખરાબ હોઈ રસ્તાના સમારકામ માટે મેશ્વો નદીના પટમાંથી ટ્રેક્ટરમાં કાંકરા ભરવાની કાર્યવાહી ચાલુ હતી. ત્યારે પાંચ ઈસમો મેશ્વો નદીના તટે જઈ પહોંચ્યા હતા .જેઓએ નદીની ખનન ની આ કામગીરી ગેરકાયદેસર પ્રવૃત્તિ હોવાનું જણાવીનેરોફ જમાવી ને તોડ પેટેત્રણ ટ્રેક્ટરના રૃપિયા ૩૦ હજારની માગણી કરી હતી.

સીમલીયા ગામના સુપ્રસિદ્ધ એવા હનુમાનજી મંદિર જવાનો માર્ગ ખાડા- ખડીયા વાળો હોઇ તેમાં નાંખવા નદીમાંથી કાંકરા ભરી લાવીને ઠાલવવાની કામગીરી સેવાભાવી લોકો કરી રહ્યા હતા ત્યારે,ત્યાં જઈ ચડેલા ૫ ઈસમો એ કાંકરા ભરેલું ટ્રેક્ટર રોકી ને,પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકેની આપીને ગે. કા પ્રવૃત્તિ સામે કેસથી બચવા ધરાર તોડની જ વાત કરી હતી અને રૃ.૩૦ હજાર રોકડાની માંગ કરી હતી. વિના મૂલ્યે ટ્રેક્ટર સહિતની સેવા કરતા લોકો ૩૦ હજારની માંગણીથી પહેલાતો ડઘાઈ ગયા હતા. પછી સરપંચને વાત કરી હતી. ૫ અજાણ્યા શખ્સો સીમલીયા મેશ્વો નદીના પટમાં તોડ પાણી કરવા આવ્યાની મળેલ બાતમીના આધારે તલોદ પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હતી. જ્યાંથી ૫ શખ્સોને દબોચી લીધા હતા.

(6:02 pm IST)