ગુજરાત
News of Monday, 12th October 2020

અમદાવાદના દાણીલીમડામાં 22 વર્ષીય યુવક બે મિત્રોએ મોબાઈલ ચોરીનો આરોપ મુકતા યુવતા આપઘાત કટી મોતને વ્હાલું કર્યું

અમદાવાદ: શહેરના દાણીલીમડામાં કારખાનામાં કામ કરતા 22 વર્ષના યુવક પર તેની સાથે કામ કરતા બે મિત્રોએ મોબાઈલ ચોરીનો આરોપ મુક્યો હતો. ેજેને કારણે તેને લાગી આવતા તેણે મોબાઈલમાં રેકોર્ડીંગ કરીને આપઘાત કરી લીધો હતો. આ અંગે દાણી લીમડા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

દાણીલીમડામાં વી.પી.એક્ઝીમ નામના વોશીંગના કારખાનામાં મુળ રાજસ્થાનનો આકાશ એ.તોમર)22) અને તેનો ભાઈ પણ તેની સાથે કામ કરતો હતો અને બન્ને કારખાનાના ટેરેસ પર ઉંઘી રહેતા હતા. આ કારખાનામાં હરીઓમ ઉર્ફે ગોલુ આર.તોમર અને તેનો ભાઈ સંતોષ આર.તોમર પણ કામ કરતા તા અને તેઓ પણ રાજસ્નના વતની છે.

23 સપ્ટેમ્બરના રોજ આકાશે તેના પિતરાઈ ભાઈ અને નરોડામાં રહેતા બ્રિજેશ એમ.સીસોદીયાને ફોન કરીને કહ્યું હતું કે તેની સાથે કારખાનામાં કામ કરતા હરીઓમ અને સંતોષ મારી પર ોમબાઈલ ચોરીનો ખોટો આરોપ મુકીને મારવાની ધમકી આપે છે અને ખોટા કેસમૉં ફસાવી દેશે, એમ કહે છે. થોડા દિવસ પહેલા પણ બન્નેએ મને ચોર છે કહીને બદનામ રી નાંખ્યો તો એમ આકાશે વધુમાં કહ્યું હતું. 

(5:58 pm IST)