ગુજરાત
News of Friday, 12th August 2022

સુરત:એક લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજાની સુનવણી કરી

સુરત:કાર ખરીદી માટે હાથ ઉછીના લીધેલા રૃ.5 લાખના પેમેન્ટ પેટે આપેલા એક લાખના ચેક રીટર્ન કેસના આરોપીને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ વિજયકુમાર બી.બારોટે દોષી ઠેરવી એક વર્ષની કેદ,ચેક નકારાયાની તારીખથી વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત લેણી રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે.

અડાજણ સ્થિત ઈશિતા પાર્કમાં રહેતા ફરિયાદી ડેનિશ સુનિલ શાહે આરોપી નિકુંજ અરવિંદ પટેલ(રે.સાંઈકૃત્તિ એપાર્ટમેન્ટ,પાલનપુર)ને મિત્રતાના સંબંધના નાતે જુલાઈ-2019માં ઉબેર કંપનીમાં કાર ભાડે મુકવા કાર ખરીદવા માટે રૃ.૫ લાખ હાથ ઉછીના આપ્યા હતા.જેના પેમેન્ટ પેટે આરોપીએ લેણી રકમના કુલ પાંચ ચેક આપ્યા હતા.જે રીટ્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષના પુરાવા બાદ આરોપીએ ખંડનાત્મક પુરાવો રજુ કરવાને બદલે કેસની કાર્યવાહીમાં વિલંબ કરવાના ઈરાદા માત્રથી ગેરહાજર રહ્યા હતા. જેથી ગુજરાત હાઈકોર્ટે વર્ષ-2017માં શરદ જેઠાલાલ ચાવલાના કેસમાં પ્રસ્થાપિત કરેલા ચુકાદાને માન્ય રાખી કોર્ટે ચુકાદાના સમયે આરોપીની ગેરહાજરીમાં ફરિયાદપક્ષના પુરાવાને માન્ય રાખી આરોપીને દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારી છે.

(5:54 pm IST)