ગુજરાત
News of Thursday, 12th August 2021

રાજ્યમાં કાનુની માપ વિજ્ઞાન નિયંત્રણ દ્વારા સીઆઇએસ સિસ્ટમના અમલ માટે હુકમ

એક જ વેપારી કે એકમમાં બીજી વખત તપાસ તે જ નિરીક્ષક નહીં કરી શકે

રાજકોટ,તા. ૧૨ : ગુજરાત રાજય ના કાનુની માપ વિજ્ઞાન નિયંત્રક એ ગુજરાતમાં ત્વરિત અમલ માટે આઠ મહિના પછી પરિપત્ર બહાર પાડીને  CIS સિસ્ટમ ને અમલી બનાવવાનો હુકમ કર્યો છે.

તોલમાપ નિરીક્ષકો હવે પોતાની મનમરજી પ્રમાણે નહીં કરી શકે તોલમાપ ને લગતી કાનુની કાર્યવાહી અને ઈન્સપેકશન કોમ્પયુટર ઓટોમેટિકલી કયા તોલમાપ ઈન્સપેકટર ને કંઈ જગ્યાએ તપાસ - ઈન્સપેકશન માટે જવાનું રહેશે તે મુજબની હવેથી વ્યવસ્થા ગોઠવાઈ છે.

એક જ વેપારી કે એકમ ને ત્યાં, બીજી વખત તપાસ તે જ નિરીક્ષક ચેકીંગ કરી શકશે નહીં.

નિયત કરેલા ફોર્મ્સ મુજબ જ તોલમાપ નિરીક્ષકો ઈન્સપેકશન કરી શકશે અને તેનો રિપોર્ટ ૪૮ કલાક માં વેબસાઈટ પર મુકવાનો રહેશે અને ઓનલાઈન અપલોડ કરવાનો ફરજિયાત રહેશે.

ગુજરાતના કોઈપણ વિસ્તારનો વેપારી કે એકમ પાછલા ત્રણ વર્ષનો રિપોર્ટ ઓનલાઈન જોઈ શકશે અને તે રિપોર્ટને ઓનલાઈન ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ મેળવી શકશે.

આ બધી પારદર્શકતાઓ આવવાથી કોઈપણ તોલમાપ નિરીક્ષક ચેકિંગના બહાને કોઈપણ વેપારી કે એકમને દંડિત કે કેસ કરવા કે નહિ કરવાની, ધાકધમકીઓ, પોતાની રીતે ઓચિંતી તપાસના નામે વેપારીઓના ત્યાં જઈ આપી શકશે નહીં.

રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના ચેરમેન, શ્રી જશવંતસિંહ વાઘેલા એ અનેક વાર આ અંગેની હકીકતો બાબતે રાજય સરકારને વખતોવખત ફરિયાદ કરી હતી. 

(12:55 pm IST)