ગુજરાત
News of Thursday, 12th August 2021

તારે મોડેલિંગ અને ફિલ્મમાં કામ કરવું જોઈએ,સારા દેખાવ છો કહીને શારીરિક અડપલાં કરતા પાડોશી યુવક વિરુદ્ધ ફરિયાદ

વસ્ત્રાલમાં પતિ અને ત્રણ બાળકો સાથે રહેતી મહિલાની છેડતી : યુવકની હરકતથી કંટાળી રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ :  વસ્ત્રાલમાં રહેતી 31 વર્ષીય મહિલાના પાડોશમાં રહેતો યુવક અવાર નવાર તેણી પાસે આવીને તારે મોડેલીંગ અને ફિલ્મમાં કામ કરવુ જોઈએ. તમે સારા દેખાવ છો તેમ કહીને અવાર નવાર શારીરીક અડપલા કરતો હતો. જેથી તંગ આવેલી મહિલાએ આ યુવકોની હરકતોની જાણ તેના પતિને કરી હતી. આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વસ્ત્રાલમાં 31 વર્ષીય મહિલા તેના પતિ અને ત્રણ બાળકો સાથે રહે છે. મહિલાનો પતિ ઈલેક્ટ્રીક કોન્ટ્રાકટર તરીકેનું કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. મહિલાની પાડોશમાં રહેતો યુવક અવાર નવાર તેના ઘરે આવતો અને તેને કહેતો કે, તારે મોડેલીંગ અને ફિલ્મમાં કામ કરવુ જોઈએ. એક દિવસ મહિલા તેના ઘરની સીડી ચડી રહી હતી ત્યારે પાડોશી યુવક ત્યાં આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, આજે તમે બહુ સારા લાગો છે તેમ કહીને શારીરીક અડપલા કરવા લાગ્યો હતો.

જો કે મહિલા પ્રતિકાર કરીને ત્યાંથી જતી રહી હતી. ત્યાર બાદ અવાર નવાર આ યુવક ઘરે આવીને મહિલા સાથે શારીરીક અડપલા કરવા લાગ્યો હતો. બાદમાં આ યુવક મહિલાને જોઈને બિભત્સ ઈશારા કરતો અને શારીરીક છેડતી કરતો હતો. જેથી તંગ આવેલી મહિલાએ તેના પતિને જાણ કરી હતી. આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શારીરીક છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

(12:31 am IST)