ગુજરાત
News of Friday, 12th January 2018

ગુજરાત બાર કાઉ.ની ચૂંટણીમાં ર૦ હજારથી વધુ વકીલો મતદાનથી વંચિત રહેશે ? સનદ રીન્યુ કરાવેલ નથી

અમદાવાદ તા.૧ર : અમદાવાદ આખરે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણી આગામી માર્ચમાં યોજાઇ તેવી સંભાવના વ્યકત કરાઇ છે જો કે આ વખતે ર૦ હજાર વકીલો સર્ટીફીકેટનું વેરીફીકેશન ન કરાવી શકતા ચૂંટણીમાં મતદાનથી વંચિત રહેશે તેમ મનાય છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે મતદાન યાદી પુર્ણ થવાના આરે છે જે મુજબ હાલ કુલ ૪૯,પ૦૦ જેટલા વકીલોમાં નોંધાયેલા છે જેમાં અમદાવાદ શહેરના જ ૧ર,૪૦૦ વકીલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના નિયમ પ્રમાણે દરેક વકીલે પ વર્ષ બાદ પોતાની સનદ રિન્યુ કરાવવી ફરજીયાત છે તેમ છતાં જે વકીલોએ સનદ રિન્યુ કરાવી નથી તે વકીલો હવે મતદાનથી વંચિત રહેશે.(૩-૭)

(11:47 am IST)