ગુજરાત
News of Tuesday, 10th November 2020

ચાંદવેગણ ગામથી સાત કિલોમીટર સુધી પીછો કરી ફિલ્મી ઢબે ખેરના લાકડા પકડ્યા

નાનાપોંઢા ફોરેસ્ટ વિભાગના અધિકારી અભિજીતસિંહ રાઠોડે સિંઘમ સ્ટાઈલિશ ટોયટા ક્વોલિસ ગાડી પાછળ સાત કિલોમીટર સુધી પીછો કરી ઘડતરી છોલેલા ખેરનો જથ્થો પકડી પાડ્યો

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : કપરાડા તાલુકાના ચાંદવેગણ ગામમાંથી ગેરકાયદેસર ખેરનો જથ્થો કાયમ સગેવગે થતો હોવાની બાતમી આરએફઓ અભિજીતસિંહ રાઠોડ ને મળી હતી, જોકે ગુજરાતમાં ખેર કાપવા ઉપર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે, છતાં નાનામોટા પેદા થયેલા વિરપ્પન સક્રિય છે અને પાસ પરમીટ વગર ખેર કાપીને ખેરનો જથ્થો સગેવગે કરતા આવ્યા છે પરંતુ ફોરેસ્ટ વિભાગ પણ વિરપ્પન ને પકડી લેવા સજ્જ થઈ ને બેઠું છે ત્યારે ગઈ કાલે રાત્રે તા. 08.11.2020 ના રોજ સાંજે 9.15 કલાકે મળેલી બાતમી વાળી જગ્યા ઉપર નાનાપોઢા ફોરેસ્ટ વિભાગ વોચ રાખી બેઠા હતા, તે વખતે ટોયટા ક્વોલિસ ગાડી નંબર GJ.21, 3698 સામેથી પુર ઝડપે હંકારી આવી ગઈ હતી

   નાનાપોંઢા ફોરેસ્ટ વિભાગના આરએફઓ અભિજીતસિંહ રાઠોડને બાતમી મળી હતી કે ચાંદવેગણ થઈ ને ઓઝરડા તરફ જતા રસ્તા ઉપર ખેરની રોજેરોજ હેરાફેરી થાય છે આ બાતમીના આધારે ફોરેસ્ટ વિભાગના સ્ટાફ ચાંદવેગણ ગામમાં વોચ ગોઠવી ને રાત્રે બેઠી હતી તે વખતે રાત્રે 9.15 કલાકે બાતમી વાળી ટોયેટા ક્વોલિસ ગાડી આવતા તેને રોકવાની કોશિશ કરતા ગાડીના ચાલક ગાડી હંકારી પુર ઝડપે નાસી છૂટ્યો હતો ત્યારે નાનાપોઢા ફોરેસ્ટ વિભાગના આરએફઓ અભિજીતસિંહ રાઠોડ પોતાની ખાનગી ગાડી લઈ ને ટોયેટા ક્વોલિસ ગાડી પાછળ સાત કિલોમીટર જેટલો પીછો કર્યો હતો ચાંદવેગણ થી ઓરઝડા તરફ ભાગતા ચાલકે ઓઝરડા અને ચાંદવેગણ ગામના સીમાડા પાસે વળાંકમાં રસ્તામાં ચાલું ગાડીએ આરોપી કૂદી ને નાસી છૂટ્યો હતો બાતમી વાળી ગાડીમાં તપાસ કરતા અંદર ઘડતરી કરેલા છોલેલા ખેરનો જથ્થો મળી આવતા ગાડી ટોચર કરી નાનાપોઢા ફોરેસ્ટ વિભાગમાં લઈ આવ્યા હતા ટોયેટા ક્વોલિસ ગાડીમાંથી ખેર 1.006 ઘન મીટરનો જથ્થો મળી આવ્યો હતો, તેની અંદાજિત કિંમત રૂ. 36,417/- અને ટોયેટા ક્વોલિસ ગાડીની કિંમત રૂ.65000/- હજાર મળી ને કુલ કિંમત રૂ.1,01,417/- નો મુદ્દામાલ ફોરેસ્ટ વિભાગના આરએફઓ અભિજીતસિંહ રાઠોડે કબ્જે લીધો હતો.

(11:05 pm IST)