ગુજરાત
News of Wednesday, 10th August 2022

આપણો રાષ્ટ્રધ્વજ તો ભારતની આન, બાન અને શાન છે. : પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી

રાષ્ટ્રધ્વજમાં તો હજારો વીર નરનારીઓ, શહીદો, મહાપુરુષો અને સંત શક્તિની ગાથાઓ જોડાચેલ છે. : ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહજી વાઘેલા : મેમનગર ગુરુકુલથી નીકળેલ ભવ્ય ત્રિરંગા યાત્રા ઘાટલોડિયા વિસ્તારમાંથી જોડાયેલ હજારો ભાઇઓ અને વિદ્યાર્થીઓ

અમદાવાદ તા. ૧૦ આઝાદીના અમૃત વર્ષ પર્વ પ્રસંગે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ  ઘેર ઘેર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાની ઘોષણા કરી છે, ત્યારે મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન થયું હતું. 
મેમનગર વિસ્તાર તેમજ ભારતના ગૃહમંત્રી માનનીય અમીતભાઇ શાહના ઘાટલોડિયા મત વિસ્તારમાં ભારત માતાની જય અને આઝાદી અમર રહો ના નારા સાથે હાથમાં ત્રિરંગો ધ્વજ લઇ  ત્રિરંગા યાત્રા ફરી હતી 
આ  ત્રિરંગા યાત્રામાં ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહજી વાઘેલા, અમદાવાદ સ્ટેન્ડીગ કમિટિના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, જતીનભાઇ પટેલ, લાલજીભાઇ ઠાકર વગેરે મોટી સંખ્યામાં ભાઇઓ  અને બહેનો જોડાયા હતા.
સાથે સાથે મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓ, કાપડીયા સ્કુલના વિદ્યાર્થીઓ, ઉમૈયા કેમ્પસની બહેનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામે ત્રિરંગોનો મહિમા સમજાવાતા જણાવ્યુ હતુ કે આપણો રાષ્ટ્રધ્વજ તો ભારતની આન, બાન અને શાન છે.  
ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહજી વાઘેલાએ  ભારતની આઝાદી સમયે જેણે જેણે પોતાની કુરબાની આપેલ તે યાદ કરી તેને શ્રદ્ધાંજલિ આપી હતી અને જણાવ્યું હતુ કે આ રાષ્ટ્રધ્વજમાં તો હજારો વીર નરનારીઓ, શહીદો, મહાપુરુષો અને સંત શક્તિની ગાથાઓ જોડાચેલ છે                                              ---કનુભગત  

 

 

(5:56 pm IST)