વડોદરાના આજવા રોડ કમલા નગર તળાવ નજીક દુકાનનું શટર તોડી તસ્કરો 1.45 લાખની તસ્કરી કરી છનનન....
વડોદરા: આજવા રોડ કમલા નગર તળાવ પાસે આવેલી દુકાનના શટરનું તાળું તોડીને ચોર ટોળકી રોકડા ૪૫ હજાર મળીને કુલ ૧.૪૫ લાખની મત્તા ચોરી કરી ગઇ હતી.
આજવા રોડ કાન્હા ડ્રીમ એપાર્ટમેન્ટમાં રહેતા રવિભાઇ ગભરૃભાઇ ગોવાળીયા આજવા રોડ કમલા નગરતળાવની સામે દિવ્ય પ્લાઝા કોમ્પલેક્સમાં જય માતાજી નામની દુકાન ચલાવે છે.ગત તા.૭ મી એ તેણે દુકાન ખોલી હતી.અને રાતે પોણા બાર વાગ્યે દુકાનને તાળું મારીને તે ઘરે ગયો હતો.બીજે દિવસે સવારે સાત વાગ્યે તે દુકાને ગયો ત્યારે ચોરીની જાણ થઇ હતી.દુકાનમાં અંદર જઇને તપાસ કરી તો ટેબલનું ડ્રોવર ખાલી હતુ.અને તેમાંથી રોકડા રૃપિયા ૪૫ હજાર ગાયબ હતા.તેમજ અલગ - અલગ કંપનીના આઉટર કિંમત રૃપિયા એક લાખના ગાયબ હતા.જે અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.