ગુજરાત
News of Tuesday, 10th August 2021

સુરત:બેંક લોનના હપ્તા માટે આપેલ ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક મહિનાની કેદની સુનવણી કરી

સુરત:શહેરમાંબેંક લોનના હપ્તા પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં કાર્યવાહીમાં સતત ગેરહાજર રહેલા આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ એમ.એમ.શુક્લાએ દોષી ઠેરવી ત્રણ મહીનાની કેદ, ફરિયાદી બેંકને લેણી રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ એક મહીનાની કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે.
પાલ ગૌરવ પથ પર શાલીન રેસીડેન્સીમાં રહેતા હિરેન પટેલે એચ.ડી.એફ.સી.બેંકની ઘોડદોડ રોડ શાખામાંથી માસિક રૃ.12 હજાર લેખે કુલ 48 હપ્તામાં ચુકવવા અંગે બંને પક્ષકારો વચ્ચે લોન એગ્રીમેન્ટ કર્યા હતા. ફ્બુ્રઆરી-2017માં હપ્તા પેટે આપેલા રૃા.12 હજારને ચેક રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ કરાઇ હતી. કોર્ટના સમન્સને પગલે આરોપી હિરેન પટેલે કોર્ટમાં હાજર થઇ ગુનાનો ઇન્કાર કર્યો હતો. પણ ફરિયાદની નકલ મેળવ્યા બાદ સમગ્ર કેસ કાર્યવાહીમાં ગેરહાજર રહ્યો હતો.
ચાર વર્ષ જુના કેસની અંતિમ સુનાવણી બાદ આ કેસ કાર્યવાહીમાં આરોપીની સતત ગેરહાજરીની નોંધ લઇ સુપ્રિમ કોર્ટે ઈશ્વર હીરાભાઈ ચુનારા વિ.સ્ટેટ ઓફ ગુજરાતમાં પ્રસ્થાપિત કરેલા સિધ્ધાંત મુજબ આરોપીની ગેરહાજરીમાં ફરિયાદપક્ષની રજુઆત તથા પુરાવાને લક્ષમાં લઈ આરોપીને દોષી ઠેરવ્યો હતો.

 

(4:51 pm IST)