ગુજરાત
News of Tuesday, 10th August 2021

ભાઈ પાસેથી ઉછીના લીધેલા ૮૦ હજાર વપરાય જતા પોતાના અપહરણનું તરકટ રચાયું હતું,ચકચારી મામલામાં ધડાકો

પોલીસ કમિશનર અજય કુમાર તોમરની સૂચના મુજબ સુરતના રાંદેર પીઆઇ એચ.એમ ચૌહાણ ટીમ દ્વારા સીસીટીવી કેમેરા ચકાસતા જ ફરિયાદી મુબારક બાઈક : પર આનંદથી જતો હોવાની બોડી લેન્ગવેજ દ્વારા ભાંડો ફૂટ્યો,અંકલેશ્વરથી ઝડપી લેવાયો

 રાજકોટ તા. ૧૦, ડ્રગ્સ,સાયબર ક્રાઇમ, માસૂમ બાળકોના લાપતા તથા  ખંડણી માટે થતાં અપહરણ અને લુખખાગીરી કરનાર સામે પોલીસ કમિશનર તુરત પગલા લેતા હોવાથી આવી નીતિનો ગેરલાભ લેનાર શખ્શોને પણ સુરત પોલીસ દ્વારા અંકલેશ્વરથી ઝડપી લેવામાં આવેલ. 

રાદેરમાં આયશા પેલેસમાં રહેતો અને કલરકામ અને વેલ્ડિંગનું કામ કરતો મુબારક હુસેન રહીમ ચૌધરી ગત પાંચમીએ બપોરે ઘરેથી કામરેજ કલરકામની જગ્યા જોવાનું કહીને નીકળ્યો હતો. સાંજે સાત વાગ્યે તેને પત્ની સાથે ફોન પર કામરેજની જગ્યાં જોઇ લીધી હોવાની પણ વાત કરી હતી. દરમિયાન સાત્રિના સાડા નવ વાગ્યા બાદ મુબારકના મોબાઇલ પરથી પત્નીને એક હિંદી ભાષામાં મેસેજ આવ્યો હતો. જે મેસેજમાં 'આપકે હસબન્ડ હમારે કબજે મેં હે, હમને ઉનકો કિડનેપ કીયા હૈ, હમે લાખ રૂપિયે ચાહિયે, પુલીસ કો ખબર કી આપ કા હસબન્ડ આપ કો જિંદા નહી મિલેગા, પાંચ દિન કા ટાઇમ દેતા હુ, ચાલાકી કી તો હસબન્ડ લાશ હી મિલેગી, પૈસે હસબન્ડ કી એકાઉન્ટ મેં ડાલને હેૈ' એવી ધમકી આપી ૧ લાખની ખંડણી  મંગાઇ હતી. ત્યારબાદ પતિનો મોબાઈલ સ્વીચ ઓફ થઇ ગયો હતો. ં

પરિવાર રાંદેર પોલીસ મથકે દોડી આવતાં જ રાંદેર પોલીસ ઈન્સ્પેકટર એચ.એમ. ચોહાણે   મામલાને ગંભીરતાપૂર્વક લઇ તેની શોધખોળ હાથ ધરી હતી. કામરેજ વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં રાત્રીના, ૧૦ વાગ્યે મુબારક ઘલા પાટીયા પાસેથી બાઈક પર બિનદાસ્ત જતો દેખાઇ આવ્યો હોઇ મુબારકની અપહરણ થયાની આશંકા ખોટી જણાઈ આવી હતી. અપહરણના મેસેજ બાદ તેનું બિનદાસ્ત ફરવું પોલીસને શંકાસ્પદ લાગ્યું હતું. દરમિયાન તે બાઇક ઉપર અંકલેશ્વર તરફ જતો દેખાય હોવાની માહિતી વચ્ચે રાંદેર પોલીસે રવિવારે રાત્રે અગિયાર વાગ્યાથી અંકલેશ્વરમાં  ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને એક હોટેલની બહાર બાઇક દેખાઇ આવી હતી નજીકમાં બાંકડા ઉપર જ સૂતેલી અવસ્થામાં રાત્રે બે વાગે તેને દબોચી લેવાયો હતો.

(3:42 pm IST)