અમદાવાદ મનપાએ જીમની ફીમાં બમણો વધારો કર્યો :પાર્ટીપ્લોટના ભાડામાં પણ 15 હજાર વધાર્યા
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જીમની સભ્ય ફીની રકમ માં વધારો કરવામાં આવ્યો
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) સંચાલિત વીર સાવરકર સ્પોર્ટસ સંકુલના સભ્યોએ હવે જીમ માટે વધુ ફી ચૂકવવી પડશે. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જીમની સભ્ય ફીની રકમ માં વધારો કરવામાં આવ્યો છે. જીમમાં એક મહિનાની ફી 300 રૃપિયા હતી. તે વધારો કરી 600 રૂપિયા કરી દેવામાં આવી છે. .
ત્રણ મહિનાની ફી 450 રૂપિયા હતી તેની જગ્યાએ સીધી 1800 રૂપિયા, 6-મહિનાની ફી 900ની જગ્યાએ સીધી 3600 તેમજ વાર્ષિક ફી 1500ની જગ્યાએ સીધી 6000 રૂપિયા ફી કરી દેવામાં આવી છે. નવા ભાવ વધારા મુજબ સભ્ય ફોર્મ અત્યારે 25 રૂપિયા છે. જેમાં પણ વધારો કરીને 30 રૂપિયા નક્કી કરવા આવી છે. પાર્ટીપ્લોટનું ભાડું 20,000 રૂપિયા અને 10,000 રૂપિયા ડીપોઝીટ હતી. તેમાં વધારો કરીને 35,000 રૂપિયા ભાડું અને રૂ. 10,000 ડિપોઝિટ કરવામાં આવી છે.
સભ્ય ફીમાં વિદ્યાર્થીઓને 50 ટકા કન્સેશન આપવામાં આવે છે. જેમાં ઘટાડો કરી હવે 30 ટકા જ આપવામાં આવશે. સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં ગેસ્ટ પાસનો 25 રૂપિયા ભાવ હતો. તેમાં વધારો ડબલ કરીને 50 રૂપિયા કરવામાં આવ્યો છે.