કપરાડાના નાનાપોંઢામાં બે યુવાનોએ ધોળા દિવસે તરુણીનું અપહરણ કરી બળાત્કાર ગુજારતા ચકચાર
કપરાડા: તાલુકાના નાનાપોંઢા ગામમાં બાઇક પર સવાર બે યુવાનોએ ધોળા દિવસે એક તરૃણીનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. મોઢા પર રુમાલ બાંધીને આવેલા બે યુવાનોએ તરૃણીને બળબજરીથી બાઇક પર બેસાડી દીધી હતી અને ઝાડીમાં લઇ જઇ હવસ સંતોષી હતી. જાહેરમાં અપહરણ અને બળાત્કારની ઘટના બાદ ગ્રામ્ય પંથકમાં કાયદો અને વ્યવસ્થા સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે. નાનાપોંઢા ગામમાં રહેતી ૧૫ વર્ષિય તરૃણી સ્કૂલ બાદ બપોરે એક કોમ્પ્યુટર ક્લાસમાં ફોર્મ ભરી પોતાના ઘરે પરત જઇ રહી હતી. ત્યારે એને.આર.રાઉત હાઇસ્કૂલ રોડ પર પલ્સર બાઇક પર મોઢા પર રૃમાલ બાંધીને બે યુવાનો આવ્યા અને તેને બાઇક પર બેસવા જણાવ્યું હતુ, પરંતુ તરૃણી બાઇક પર નહીં બેસતાં યુવાનોએ તેને બળજબરીથી બાઇક પર બેસાડી દીધી હતી. ત્યારબાદ આ યુવાનો તેને પાનસ રોડ તરફ લઇ ગયા અને ઝાડીમાં બાઇક ઉભી રાખી તેને ત્યાં ઉતારી હતી. બાદમાં તરૃણીના મોઢા પર ઓઢણી બાંધી દઇ એક પછી એક બંને યુવાનોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બંને યુવાનોએ હવસ સંતોષી લીધા બાદ ફરીથી તરૃણીને બાઇક પર બેસાડી નાનાપોંઢા સરકારી દવાખાના પાછળના રોડ પર ઉતારી ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ તરૃણીએ તેની આપવીતી પોતાની સખી અને પછી પરિવાજનોને જણાવી હતી. પરિવારજનોના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઇ હતી. પરિવારજનો સાથે તરૃણીએ નાનાપોંઢા પોલીસ મથકમાં ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી.