ગુજરાત
News of Friday, 9th February 2018

બોરીયાવી નજીકથી બાતમીના આધારે વહેલી સવારે આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 1.72 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે વહેલી સવારના સુમારે બોરીયાવી ગામની ચન્દ્રનગર સીમમાંથી એક પીકઅપ ડાલુનો પીછો કરીને .૭૨ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો જો કે ચાલક ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. વિદેશી દારૂનો જથ્થો આણંદનો વિદેશી દારૂનો કુખ્યાત બુટલેગર ગોપાલ મારવાડી અમદાવાદથી મંગાવીને કટીંગ કરતો હોવાનું ખુલવા પામ્યું છે જેને લઈને પોલીસે કુલ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છેપ્રાપ્ત વિગતો અનુસાર આણંદ એલસીબી પોલીસને એક ગુપ્ત માહિતી મળી હતી કે, આણંદના ગોપાલ મનસુખભાઈ મારવાડી પોતાના મળતીયા માણસો દ્વારા અમદાવાદના અમરાઈવાડી ખાતે રહેતા કેતનભાઈ રજનીકાંતભાઈ પટેલ પાસેથી અલગ-અલગ વાહનોમાં અલગ-અલગ જગ્યાએ મોટાપાયે વિદેશી દારૂ મંગાવીને પોતે તથા નરસિંહભાઈ રામાભાઈ ચાવડા (સોનારીકૂઈ, વડતાલ), અનવર ઉર્ફે કાળીયો અલ્લારખા મલેક (સામરખા), યોગેશ માનસિંહભાઈ ઠાકોર (સામરખા), માનસીંગ ઉર્ફે લાલો રાજ દરબાર (કણજરી બોરીયાવી) વગેરે માણસો ભેગા મળીને આપ-લે કરી વેચાણ કરે છે. આજે મહેન્દ્ર પીકઅપ ડાલુમાં વિદેશી દારૂનો જથ્થો બોરીયાવી ગામની ચન્દ્રનગર સીમમાં લાવીને કટીંગ કરનાર છે. માહિતીના આધારે આજે વહેલી સવારથી એલસીબીની બે ટીમોએ બોરીયાવી હાઈવે પર વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન વહેલી સવારના વાગ્યાના સુમારે નડીઆદ તરફથી એક સફેદ રંગનું મહેન્દ્રા પીકઅપ ડાલુ આવી ચઢયું હતુ અને ચન્દ્રનગર તરફ જવાના રોડ ઉપર વળ્યું હતુ જેથી પોલીસે તેનો પીછો કરતાં ચાલકે ગાડીને પુરપાટ ઝડપે હંકારી મુક્યું હતુ. બે કીમી દુર જતા આવેલી તેજા તલાવડી નજીક ચાલકે ડાલુ ઉતારીને ભાગવા જવાના પ્રયાસમાં આગળ આવેલી નાની તલાવડીમાં ડાલુ ફસાઈ જતાં ચાલક ઉતરીને ખેતરાળ રસ્તે ભાગ્યો હતો. પોલીસે જોયું તો તે સામરખાનો યોગેશ માનસિંહભાઈ ઠાકોર હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે પાણી તથા કાદવમાં ફસાઈ ગયેલા પીકઅપ ડાલામાં જોતાં વિદેશી દારૂની બોટલો નજરે પડી હતી. ડાલુ ત્રાંસુ થઈ ગયું હોવાથી કેટલીક બોટલો તલાવડીમા પણ પડી ગઈ હતી. પોલીસે આજુબાજુના માણસોની મદદથી પાણીમાં તથા ડાલામાંથી વિદેશી દારૂની બોટલો બહાર કાઢીને જોતાં લોર્ડસ વ્હીસ્કીના ૨૦૪ ક્વાર્ટરીયા, મેકડોવેલ નંબર ૧ના ૪૨, રોયલ સ્ટેગની ૧૮૪ બોટલો મળીને કુલ .૭૨ લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ક્રેઈનની મદદથી ડાલાના બહાર કાઢીને તપાસ કરતાં તે પાર્સિંગ થયા વગરનું નવું હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે કુલ .૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને યોગેશભાઈ માનસિંહ ઠાકોર, ગોપાલ મનસુખભાઈ મારવાડી, કેતનભાઈ રજનીકાંતભાઈ પટેલ, નરસિંહભાઈ રામાભાઈ ચાવડા, અનવર ઉર્ફે કાળીયો અલ્લારખા મલેક, માનસિંગ ઉર્ફે લાલો રાજ દરબાર વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:09 pm IST)