ગુજરાત
News of Friday, 9th February 2018

ખાતમુહૂર્તો - લોકાર્પણોની હારમાળા સર્જવા થનગનતા મુખ્યમંત્રીઃ પ દિ'માં માહિતી મોકલો

ચલતા રહુંગા પથ પર, ચલને મેં માહિર બન જાઉંગા, યા તો મંજિલ મિલ જાએગી યા અચ્છા મુસાફીર બન જાઉંગા!: સરકારે જિલ્લાવાર સંભવિત કાર્યક્રમો અંગે માહિતી મંગાવીઃ લોકસભાની ચૂંટણી પૂર્વે એપ્રિલ-મે માં જબ્બર જનસંપર્કનું આયોજન

રાજકોટ તા. ૯ : ગુજરાત સરકારે એપ્રિલ-મે મહિનામાં રાજયમાં લોકાર્પણો, ખાતમુહુર્તો અને ઉદ્ઘાટનોની હારમાળા સર્જવાનો સંકેત આપ્યો છે મુખ્યમંત્રી કક્ષાએ આ પ્રકારના કેટલા કાર્યક્રમો થઇ શકે તેમ છે ેતેની માહિતી પાંચ દિવસમાં મોકલવા માટે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી તમામ જિલ્લા વહીવટી તંત્રને સૂચના અપાયાનું જાણવા મળે છે.

મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહુર્ત ઉદ્દઘાટન લોકાર્પણ થઇ શકે તેવા કામોની અંદાજિત કિંમત, સ્થળ, કાર્યક્રમનું સ્વરૂપ, કાર્યક્રમ કરી શકવાની અંદાજીત તારીખ વગેરેની માહિતી માંગવામાં આવી છે.

ર૦૧૯ ના વર્ષના પ્રારંભે લોકસભાની ચૂંટણી આવી રહી છે ચૂંટણી નિર્ધારીત સમય કરતા વહેલી થાય તેવી શકયતા પણ નકારાતી નથી મુખ્યમંત્રી એપ્રિલ-મેમાં પ્રજાલક્ષી કાર્યક્રમોની હારમાળા સર્જવા માંગે છે તે રાજકીય રીતે સુચક માનવામાં આવે છે.

જિલ્લા વહીવટી તંત્રોએ જિલ્લાને તમામ વિભાગો પાસેથી માહિતી માંગી છે જિલ્લાઓની જેમ મહાનગરો પાસેથીપણ માહિતી માંગવામાંં આવી  છે.મુખ્યમંત્રી ચોમાસા પહેલા જ શ્રેણીબધ્ધ  જાહેર કાર્યક્રમો (સરકારી ખર્ચે) દ્વારા વ્યાપક જનસંપર્ક કરવા માંગે છે ભુતકાળમાં આ પ્રકારના કાર્યક્રમને વણથંભી વિકાસયાત્રા નામ અપાયું હતું.(૬.૧ર)

(12:00 pm IST)