ગુજરાત
News of Friday, 9th February 2018

નોટા કરતા પણ ઓછા મતથી જીત્યા હોય તેવા ૨૦ ધારાસભ્ય

ચૂંટણીમાં મતદારો ઉમેદવારોને કેમ પસંદ નથી કરી રહ્યા તે વિચારવું પડે તેવી પક્ષો માટે સ્થિતિ

નવી દિલ્હી તા. ૯ : ગુજરાત હાઇકોર્ટમાં એકતરફ વિધાનસભાની ચૂંટણીમાં ઓછા માર્જિનથી જીતેલી બેઠકો મુદ્દે રિટ કરવામાં આવી છે ત્યારે વિધાનસભામાં ૨૦ કરતા પણ વધુ બેઠકો એવી છે જેમાં વિજેતા ઉમેદવારની સરસાઇનો જે આંકડો છે તેના કરતા કોઇપણ ઉમેદવાર પસંદ નથી તેવો વિકલ્પ આપતા નોટાને વધુ મત મળ્યા છે. જો નોટાનો માપદંડ ગણવામાં આવે તો જે તે મત વિસ્તારના મતદારોની પસંદગીમાં કોઇ ઉમેદવાર યોગ્ય નથી તેવું વિશ્લેષણમાં બહાર આવ્યું છે. જેમાં ભાજપ - કોંગ્રેસ બંનેના ઉમેદવારોનો સમાવેશ થાય છે.

 

વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ કસોકસના રહ્યા છે ત્યારે આગામી પાંચ વર્ષ સુધી આવા અનેક મુદ્દે ખેંચતાણ ચાલી શકે છે. ભાજપ બહુમતીના જાદુઇ આંકડાથી ફકત સાત બેઠક વધુ ધરાવે છે અને સો બેઠક સુધી પણ પહોંચી શકયો નથી. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાંથી કોઇ પસંદ ના હોય અને નોટાનો વિકલ્પ આટલી મોટી સંખ્યામાં અજમાવવો પડે તેવું મતદારોએ પ્રથમ વખત ચૂંટણીમાં કર્યું હતું. ૧૮૨ બેઠકો પર નોટાને કુલ પ,૫૧,૫૮૦ જેટલા મત મળ્યા છે.

 

કુલ ૨૧ જેટલી બેઠક એવી છે જેમાં જીતેલા ઉમેદવારને જેટલા મતની સરસાઇથી જીત મળી હોય તેના કરતા નોટાને વધુ મત મળ્યા છે. તેમાં ભાજપના ૧૨ જેટલા ધારાસભ્યોનો સમાવેશ થાય છે. જયારે કોંગ્રેસના ૯ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. નોટા કરતા તો તેમને ઓછા મત મળ્યા છે પરંતુ તેમની મતની સરસાઇ પણ ઓછી છે.(૨૧.૫)

કયાં ધારાસભ્યોને નોટાના મતો કેટલા મળ્યા?

બેઠક

પક્ષ

ધારાસભ્ય

સરસાઇનોટા

બોટાદ

ભાજપ

સૌરભ પટેલ

૯૦૬ - ૧૩૩૪

છોટાઉદેપુર

કોંગ્રેસ

મોહનસિંહ રાઠવા

૧૦૯૩ - ૫૮૭૦

ડાંગ

કોંગ્રેસ

મંગળ ગામીત

૭૬૮ - ૨૧૮૪

હિંમતનગર

ભાજપ

રાજેન્દ્ર ચાવડા

૧૭૬૨ - ૩૩૩૪

કપરાડા

કોંગ્રેસ

જીતુ ચૌધરી

૧૭૦ - ૩૮૬૮

વાંકાનેર

કોંગ્રેસ

જાવેદ પિરઝાદા

૧૩૬૧ - ૩૧૭૦

ગોધરા

ભાજપ

સી.કે.રાઓલજી

૨૫૮ - ૩૦૫૦

સોજીત્રા

કોંગ્રેસ

પુનમ પરમાર

૨૩૮૮ - ૩૧૧૨

તળાજા

કોંગ્રેસ

કનુભાઇ બારૈયા

૧૭૭૮ - ૨૯૧૮

ફતેપુરા

ભાજપ

રમેશ કટારા

૨૭૧૧ - ૪૫૭૩

ધોળકા

ભાજપ

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

૩૨૭ - ૨૩૪૭

ધાનેરા

કોંગ્રેસ

નાથાભાઇ પટેલ

૨૦૯૩ - ૨૩૪૧

ઉમરેઠ

ભાજપ

ગોવિંદભાઇ પરમાર

૧૮૮૩ - ૩૭૧૦

વિજાપુર

ભાજપ

રમણભાઇ પટેલ

૧૧૬૪ - ૧૨૮૦

વિસનગર

ભાજપ

ઋષિકેશ પટેલ

૨૮૬૯ - ૨૯૯૨

માણસા

કોંગ્રેસ

સુરેશ પટેલ

૫૨૪ - ૩૦૦૦

માતર

ભાજપ

કેસરીસિંહ સોલંકી

૨૪૦૬ - ૪૦૯૦

પોરબંદર

ભાજપ

બાબુભાઇ બોખીરીયા

૧૮૫૫ - ૩૪૩૩

રાજકોટ ગ્રા.

ભાજપ

લાખાભાઇ સાગઠીયા

૨૧૭૯ - ૨૫૫૯

જેતપુર

કોંગ્રેસ

સુખરામ રાઠવા

૩૦૫૨ - ૬૧૫૫

ખંભાત

ભાજપ

મહેશ રાવલ

૨૧૧૮ - ૨૭૩૧

(11:50 am IST)