ગુજરાત
News of Friday, 9th February 2018

સાવધાન ,.:વિદ્યાનગરમાં 4 લાખના નકલી NSC સાથે 3 શખ્સોની ધરપકડ

નકલી પાનકાર્ડ તેમજ પોસ્ટ ઓફિસના સિક્કા પણ મળ્યા :નકલી સર્ટી,ના આધારે લોન પણ લઇ લીધી :મોટા કૌભાંડની આશંકા

આણંદ: આણંદના વિદ્યાનગરમાં નકલી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે કરવામાં આવી છે. વિદ્યાનગરમાં નકલી NSC સાથે ત્રણ શખ્શોને ઝડપી લેવાયા છે પકડવામાં આવેલ શખ્સો પાસે 4 લાખના 40 જેટલા નકલી NSC ઝડપાયા છે.

  ધરપકડ કરાયેલા વ્યક્તિ પાસેથી નકલી પાનકાર્ડ તેમજ પોસ્ટ ઓફિસના સિક્કા પણ મળ્યા છે.આ શખ્સો દ્રારા સુરતની અલ્હાબાદ બેંકમાંથી નકલી સર્ટી.ના આધારે 1.20 લાખની લોન પણ લેવામાં આવી હતી તેવું ખુલ્યું છે આ મામલે પોલીસે સમગ્ર કેસની વધુ તપાસ હાથ ધરી છે અને આ સમગ્ર મામલે વધુ ઊંડાણ તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવવાની વકી છે.

(9:06 am IST)