ગુજરાત
News of Friday, 9th December 2022

ગત ચૂંટણીની તુલનાએ નોટાનું બટન દબાવનારાઓની સંખ્યા ઘટીને 5.01 લાખ થઈ:દાંતા બેઠક પર સૌથી વધુ 

--બીજા ક્રમે બારડોલીની બેઠક પર 2.35 ટકા મત નોટોમાં પડ્યા

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 2017ની તુલનાએ નોટાનું બટન દબાવનારાઓની સંખ્યા ઘટીને 5.01 લાખ થઈ છે. જેમાં સમગ્ર ગુજરાતના પરિણામો જોતા સરેરાશ બે ટકા મતદારોએ નોટોનું બટન દબાયું હતું. જેમાં બનાસકાંઠાની દાંતા બેઠક પર સૌથી વધુ 2.84 ટકા મત નોટામાં મત પડ્યા હતા. જ્યારે ત્યાર બાદ બીજા ક્રમે બારડોલીની બેઠક પર 2.35 ટકા મત નોટોમાં પડ્યા હતા. જ્યારે સૌથી ઓછા નોટાના મત અમદાવાદના બાપુનગરની બેઠક પર પડયા જેમા બાપુનગરમાં 0.75 ટકા મત નોટાના પડયા છે.

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1.57 ટકા લોકોએ NOTAનું બટન દબાવ્યુ છે . જેમાં. NCP,SP,BSP,લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), JDU,JDS,CPI,CPI(M),CPI (ML-L)વા પક્ષો કરતાં NOTAની મત ટકાવારી વધુ હતી. આ પાર્ટીઓમાં બહુજન સમાજ પાર્ટીને 0.50 ટકા વોટ મળ્યા છે. સમાજવાદી પાર્ટીને 0.29 ટકા અને એનસીપીને 0.24 ટકા વોટ મળ્યા છે.

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની કોઈ અસર જોવા મળી નથી. અહીં NOTAને 1.57 ટકા વોટ મળ્યા છે, પરંતુ ઓવૈસીની પાર્ટી AIMIMને માત્ર 0.33 ટકા વોટ મળ્યા છે. આનો અર્થ એ થયો કે ગુજરાતની જનતાએ અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટી AIMIMને સંપૂર્ણપણે નકારી કાઢી છે.

(7:11 pm IST)