ગુજરાત
News of Friday, 9th December 2022

ગુજરાતમાં પ્રચંડ જીતનો ભાજપને રાજ્યસભામાં મળશે ફાયદો :હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને રાહત

ભાજપને 2022ની આ જીતની અસર 2026ના મધ્ય સુધી દેખાશે :પાર્ટીને રાજ્યની તમામ 11 બેઠકો પર તેના સાંસદો મળશે

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ જીત નોંધાવી છે. હવે આ પછી પાર્ટી રાજ્યસભામાં પણ આવો જ રેકોર્ડ બનાવશે, જો કે, 2022ની આ જીતની અસર પાર્ટીને 2026ના મધ્ય સુધીમાં જ દેખાશે, જ્યારે પાર્ટીને રાજ્યની તમામ 11 બેઠકો પર તેના સાંસદો મળશે. ગુરુવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતી લીધી છે.

હાલના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાંથી રાજ્યસભામાં ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે 3 છે. ભાજપ ઓગસ્ટ 2023માં ખાલી પડેલી બેઠકો પાછી મેળવશે. ત્યારે પાર્ટીને એપ્રિલ 2024 માં 4 માંથી 2 વધારાની બેઠકો મળશે. તેમજ જૂન 2026માં અન્ય 4માંથી ભાજપને એક બેઠક મળશે. આ સંદર્ભમાં પાર્ટીના સભ્યોની સંખ્યા 11 થશે.

 

હિમાચલ પ્રદેશની જીત કોંગ્રેસને પણ ફાયદો કરાવશે. આ જીત સાથે, કોંગ્રેસ એપ્રિલ 2024 સુધીમાં તેના પક્ષમાં ત્રણમાંથી એક બેઠક પણ જીતી લેશે. આ પછી 2026માં કોંગ્રેસ બીજા સભ્યને પણ મોકલી શકશે. રાજ્યમાં ત્રીજી બેઠક 2028માં નક્કી થશે. હાલ ત્રણેય બેઠકો ભાજપ પાસે છે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનું નામ સામેલ છે.

(7:02 pm IST)