ગુજરાત
News of Friday, 9th December 2022

અમદાવાદના શાહપુરમાં ઈ-સિગરેટના જથ્થા સાથે પોલીસે 16 વર્ષીય કિશોરની ધરપકડ કરી

અમદાવાદ:શહેરના શાહપુરમાં એક્સેની અંદર ઈ-સિગારેટનો જથ્થો રાખી વેચાણ કરનાર 16 વર્ષીય કિશોરને ક્રાઈમ બ્રાંચે શાહપુરમાંથી ઝડપી પાડ્યો છે. કિશોર હોવાથી ક્રાઈમ બ્રાંચે 11 ઈ-સિગારેટ જપ્ત કરી કિશોરના વાલીઓને બોલાવવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ ઈ-સિગારેટનો જથ્થો આપનાર યુવકના વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અનાર્મ હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈને બાતમી મળી હતી કે, એક ટુ-વ્હિલરચાલક ગાડીની ડેકીમાં ઈ-સિગારેટના જથ્થા સાથે શાહપુર લકી હોટલ પાસેના ત્રણ રસ્તાથી પસાર થવાનો છે.

ક્રાઈમ બ્રાંચે એક્સેસ ચાલકની ગાડીની ડેકીમાંથી વિવિધ ફ્લેવરની 11 ઈ-સિગારેટ પકડી પાડી હતી. પૂછપરછમાં તેનું નામ મોહમદઅસદ શેખ (ઉં.16, રહે. વેજલપુર) હોવાનું જણાવ્યુ હતું. ઈ-સિગારેટનો જથ્થો ખાનપુરના રૈયાન શેખે આપ્યો હોવાનું કહ્યું હતું. મોહમદઅસદ શેખ કિશોર હોવાથી ક્રાઈમ બ્રાંચે ઈ-સિગારેટ સહિત કુલ 56 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(5:35 pm IST)