ગુજરાત
News of Thursday, 8th December 2022

આદિવાસી સમાજે મુક્યો ભાજપ પર ભરોસો: ગત ચુંટણી કરતાં 12 બેઠકો વધુ હાંસલ કરી

કોંગ્રેસની પરંપરાગત વ્યારા સીટ પણ ભાજપને આંચકી લીધી: કુલ 27 આદિવાસી બેઠકોમાંથી 24 બેઠક ભાજપે જીતી

અમદાવાદ : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો છે. જેમાં ગુજરાતમાં ભાજપે ચારે ઝોનમાં જબર જસ્ત બેઠકો મળી છે. ભાજપે વર્ષ 2022ના ચૂંટણી પરિણામોમાં 182 બેઠકમાંથી 156 બેઠકો પર જીત મેળવી છે. જેમાં વર્ષ  2022 ની ચૂંટણીમા  ભાજપ પર અનેક સમાજે ભરોસો મૂક્યો છે. જેમા ગુજરાતમાં આ વખતે આદિવાસી સમાજે પણ ભાજપને ભરપૂર મત આપ્યા છે. જેમાં વર્ષ 2017માં 27 આદિવાસી બેઠક પર કોંગ્રેસને 15 બેઠક મળી હતી. જ્યારે ભાજપને માત્ર આઠ બેઠક મળી હતી.

 વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 27 આદિવાસી બેઠકોમાંથી 24 બેઠક ભાજપને મળી છે. જે વર્ષ 2017માં માત્ર 12  બેઠકો સુધી સીમિત હતી. જેમાં  આઝાદી સમયથી કોંગ્રેસની પરંપરાગત વ્યારા બેઠક જે સતત કોંગ્રેસે જીતી છે તેની પર ભાજપના ઉમેદવાર મોહન કોકાણીએ જીતી છે. જેના પરથી એ બાબત ફલિત થાય છે કે આદિવાસી મતો ભાજપ તરફ વળ્યા છે.

  ગુજરાતના આદિવાસી પટ્ટામાં 27 બેઠકો છે .ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરીના ડેટા મુજબ આદિવાસી વસ્તી – 89.17 લાખ છે અને તે કુલ વસ્તીના 15 ટકા છે. આ સમુદાય મોટાભાગે રાજ્યના 14 પૂર્વ જિલ્લામાં વસવાટ કરે છે.

(12:17 am IST)