ગુજરાત
News of Tuesday, 9th August 2022

રાજપીપળા સફેદ ટાવર પાસે હનુમાન ચાલીસાના પાઠ કરવા હિન્દુ ધર્મ સેનાની રજૂઆત :VHP નુ સમર્થન

-હનુમાનજીની છબી મૂકી સવાર સાંજ હનુમાન ચાલીસા કરવા માટે પાલિકામાં કરાઈ રજૂઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિન્દુ ધર્મ સેના રાજપીપળા દ્વારા રાજપીપળા  નગર પાલિકાને લેખિતમાં માંગણી કરી છે કે રાજપીપળા સફેદ ટાવર પાસે હનુમાનજીની છબી લગાવવામાં આવેલ છે તે સ્થળ ઉપર લાઉડ સ્પીકર વગાડી સવાર સાંજ હનુમાન ચાલીસા ના પાઠ થાય એ માટે રાજપીપળા નગર પાલિકાને અરજી દ્વારા પોતાની માંગણી વ્યક્ત કરી છે આ વિષયના અનુસંધાનમાં વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા જિલ્લા સહ અધ્યક્ષ નિલેશભાઈ તડવી, નર્મદા જિલ્લા કોષા અધ્યક્ષ દીપલભાઈ સોની દ્વારા જે માંગણી કરવામાં આવી છે તેનું નર્મદા જિલ્લાનાં વિશ્વ હિન્દુ પરિષદએ સમર્થન કરેલ છે તો જોવાનું રહ્યું કે નગર પાલિકાના સત્તાધિશો શું આ માંગણી સંતોષી શકશે  કે કેમ એ જોવું રહ્યું

(11:42 pm IST)