ગુજરાત
News of Monday, 9th August 2021

આગામી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલના લક્ષાંક સાથે વલસાડની યુવતી કીક બોક્ષીગ અને મિકશ માર્શલ આર્ટની કરે છે તૈયારી

તેનાથી વધુ વજન ધરાવતી યુવતીઓને હરાવીને બે વર્ષમાં 12 જેટલા ગોલ્ડ મેડલ ,2 જેટલા સિલ્વર અને બ્રાઉન્સ મેડલ જીત્યા

વિદેશમાં ઓલમ્પિક ગેમ્સ રમાઈ રહી છે. ત્યારે આવનાર ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવવાના લાક્ષાંક સાથે વલસાડની એક 18 વર્ષીય યુવતી કીક બોક્ષીગ અને મિકશ માર્શલઆર્ટની તૈયારીઓ કરી રહી છે. વલસાડ જિલ્લામાં નાની ઉંમરથી એક યુવતી પ્રસિદ્ધિ મેળવી રહી છે. જે ઉંમરમાં બાળકો ગેમ અને રમકડાં રમે છે તે ઉંમરમાં આ યુવતીએ કીક બોક્ષીગ અને મિકશ માર્શલઆર્ટ માં મહારત હાશીલ કરી છે. 18 વર્ષની આ યુવતીએ માત્ર 2 વર્ષમાં 12 જેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે

રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના વલસાડ શહેરના નજીક આવેલા લીલાપોર ગામ ખાતે રહેતી મધ્યમ વર્ગની એક યુવતીએ આવનાર ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવીને વલસાડ જિલ્લાનું નામ રોશન કરવાની લાક્ષાંક દર્શાવી છે. કેશા મોદીએ માત્ર 2 વર્ષમાં કીક બોક્ષીગ અને મિકશ માર્શલઆર્ટ ની ટ્રેનિંગ મેળવી હતી. ટ્રેઇનિંગ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં પોતાના કરતા વધુ વજન ધરાવતી યુવતીઓ સાથે ચેલેન્જીંગ ફાઈટ કરીને ગોલ્ડ મેડલ મેળવવામાં મહારથ હાંસલ કરી કરી ચુકી છે. કેશા એ માત્ર બે વર્ષ માં તેનાની મોટી ઉંમર ધરાવતી યુવતીઓ અને તેના થી વધુ વજન ધરાવતી યુવતીઓને હરાવીને બે વર્ષમાં 12 જેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે. તો 2 જેટલા સિલ્વર અને બ્રાઉન્સ મેડલ જીત્યા છે. સામાન્ય પરિવારમાંથી આવતી કેશા મોદી દક્ષિણ ગુજરાતની પહેલી યુવતી છે જેને 2 વર્ષ માં 12 જેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

વલસાડ જિલ્લા તથા પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. કેશા પોતે શીખવાના શોખન છે તેજ સાથે એ એક્સ્ટ્રીમ માર્શલઆર્ટ માં વોલીએન્ટર તરીકે બાળકોને ટ્રેઇન કરી તેના પરિવારને પગભર બનાવવા તથા માતા પિતાને ઘર ચલાવવામાં મદદ રૂપ પણ બની રહી છે. પરિવારની આર્થીક પરિસ્થિતિ સારી ન હોવાથી કેશાના માતા અને પિતા બંને નોકરી કરે છે. જેથી ઘરના બધા કામ કરવાની જવાબદારી કેશા પર હોય છે તેમ છતાં કેશા ઘરના કામની સાથે સાથે પોતાની બોક્ષીગ ની ટ્રેનિંગ પણ કરે છે ઘરના કામની જવાબદારી હોવા છતાં કેશા એ 18 વર્ષ ની ઉંમરે 12 જેટલા મેડલ જીત્યા છે. જેને લઈને તેનો પરિવાર પણ તેના પર ગર્વ અનુભવે છે

કેશા નું વજન 42KG છે. ત્યારે વુમન્સ કેટેગરીની કીક બોક્ષીગ તથા મિકશ માર્શલઆર્ટમાં ફાઈટીંગમાં ભાગ લેનાર યુવતીઓનું વજન 50 kg થી વધુ થી શરૂ થતું હોય છે. તેમ છતાં કેશા દ્રારા આ ફાઈટીંગમાં ભાગ લઈ તમામ યુવતીઓને હરાવી ગોલ્ડ મેડલ હાશીલ કર્યા છે. કેશા રોજ 4 થી 5 કલાક તેના ટ્રેનર ચેતન પટેલ જોડે પ્રેક્ટિસ કરે છે અને આવનારા દિવસોમાં કેશા ગોવામાં યોજાનારી કીક બોક્ષીગ અને માર્શલઆર્ટની ઇન્ટરનેશનલ કોપીટીશનમાં જઈ ઇન્ટરનેશનલ કોમ્પિટિશ જીતી ભારત માટે ગોલ્ડ મેડલ લાવવાની તૈયારી દર્શાવી છે. જેને લઈને એના ટ્રેનર ચેતન પટેલ દ્વારા અત્યારથી જ તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 2 વર્ષ માં 12 ગોલ્ડ મેડલ અને 2 બ્રાઉન્સ અને સિલ્વર મેડલ જીતનારી કેશા અગાઉ ઈન્ટરનેશનલ કોમ્પિટિશ સાથે ઓલમ્પિકમાં જઈ વલસાડ જિલ્લાનું જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતની સાથે ભારતનું નામ રોશન કરવાની તૈયારી દર્શાવી છે. આ તૈયારીમાં એનો સાથ આપવા માટે તેના પરિવાર સાથે તેના ટ્રેનર ચેતન પટેલ ખૂબ મહેનત કરી રહયા છે. સામાન્ય પરિવારની કેશા એ મહેનત કરી 12 ગોલ્ડ મેડલ જીતી અન્ય યુવતી ઓ માટે એક ઉદાહરણ રૂપ બની છે.

(8:50 pm IST)