ગુજરાત
News of Monday, 9th August 2021

સરકારે આપેલા સન્માનપત્રનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી

રેસિડેન્ટ ડોકટર્સ પોતાની માગ પર અડગ :૬ દિવસથી કોઈ ઉકેલ નહીં આવતા

અમદાવાદ,તા.૯: રેસિડેન્ટ ડોકટર્સની હડતાળનો આજે છઠ્ઠો દિવસ, ૭માં પગાર પંચ પ્રમાણે ડ્યૂટી ગણવામાં આવે, બોન્ડ પ્લસ ડ્યૂટી કમ્બાઈન્ડ ગણવામાં આવે તેવી માગણીઓ સાથે તબીબો હડતાળ પર ઉતર્યા છે

રાજયભરમાં તબીબીની હડતાળનો આજે ૬ દિવસ વિતી ગયા છે છતા પણ કોઈ ઉકેલ આવ્યો નથી જેને લઈ તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. હડતાળની માંગ ન સંતોષવામાં આવતા અમદાવાદમાં તબીબોએ સરકાર સામે હવે સરકારે આપેલા સન્માનપત્રનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

રેસિડેન્ટેલ ડોકટરોની હડતાળને પગલે હવે દર્દીઓને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રેસિડેન્ટ ડોકટરોની હડતાળને કારણે OPD વિભાગમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. તો હોસ્પિટલમાં વિવાદ વિભાગોમાં પણ લાંબી કતારો જોવા મળી રહી છે જો વાત કરવામાં આવે તો વાયરલ વિભાગ, મેડિસિન વિભાગ તેમજ સર્જરી વિભાગમાં પણ દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે.

કોરોના કાળમાં દિવસ રાત ખડેપગે રહેનાર ડોકટરો પોતાની માંગને લઈ મક્કમ બન્યા છે. અગાઉ કોરોનાની વિપરિત પરિસ્થિતિમાં ડોકટરોએ દિવસ રાત એક કર્યા હતા રેસિડેન્ટલ ડોકટરોનો હડતાળનો આજે છઠ્ઠો દિવસ છે છતા પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.

જુનિયર તબીબો પોતાની પાંચ માગોને લઈ અડગ છે જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો હજુ પણ હડતાળ લાંબી ચાલી શકે છે જો વાત કરવામાં આવે માંગ કરી રહ્યા છે કેઙ્ગ રેસિડન્ટ પાસ થયેલા તબીબોની જૂના જી.આર મુજબ ડ્યુટી લગાવવામાં આવે. જો સરકાર નવા જી.આર મુજબ ગણે તો વિદ્યાર્થી જે જગ્યાએ પાસ આઉટ થયા હોય ત્યાં જ ડ્યૂટી આપવી.

૭માં પગાર પંચ પ્રમાણે ડ્યૂટી ગણવામાં આવે. બોન્ડ પ્લસ ડ્યૂટી કમ્બાઈન્ડ ગણવામાં આવે તેવી માગણીઓ સાથે તબીબો હડતાળ પર ઉતર્યા છે આવનારા સમયમાં તબીબો અને સરકાર વચ્ચે વધુ ઘર્ષણ થાય તો નવાઈ નહીં.

(4:35 pm IST)