ગુજરાત
News of Monday, 9th August 2021

પૂ.ધીરગુરૂદેવના સાંનિધ્યે અમદાવાદમાં નવનિર્મિત ધર્મસંકુલ નામકરણ, પ્રવચન પાટ તથા ૨૪ તીર્થકર નામાવલીનો લાભ લેતા દાતાઓ

પાંજરાપોળમાં શેડ માટે દાનનો અવિરત પ્રવાહ

શ્રીઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ-રાજકોટ ખાતે શય્યાદન-મહાદનમાં અગ્રેસર પૂ.શ્રી ધીરજમુનિ મ.સા.ના શુભંકર સાંનિધ્યે અમદાવાદમાં ગાદીપતિ પૂ.ગિરીશચંદ્રજી મ.સા. પ્રેરિત શ્રી કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજના ઉપક્રમે ૧૨ કરોડના ખર્ચે બોપલમાં નવનિર્મિત ધર્મસંકુલ નામકરણનો માતૃશ્રી લાભુબેન હિંમતલાલ કપાસી હ.વિનુભાઇ કપાસી (આફ્રિકા) અને ગુરૂ ગિરિ- ધર્મ પ્રવેશ દ્વારનો શ્રી ભોગીલાલ મોહનલાલ ટીંબડીયા પરિવાર તથા સુધર્મ પ્રવચન પાટનો શાંતાબેન નટવરલાલ અંબાવી હ.હીર અંબાવીએ લાભ લઇને ઉત્સાહ વધાર્યો હતો. તેમ જ ૨૧ તીર્થંકર નામાવલી તકતી નામકરણનો લાભ દાતાઓ દ્વારા લેવાતાં ૩ કરોડનું ભંડોળ થવા પામેલ.

જયારે રાજકોટની ૧૦૦ વર્ષ જૂની પાંજરાપોળમાં ગૌમાતા વિશ્રાંતિ ગૃહ સેડનો ભાનુમતીબેન હમચીમંદ દોશી હ.મહેશ દોશી (અંધેરી) અને જીવદયા કળશનો શ્રી સમીર શાહ, મનીષ મહેતા, દિનેશ ખેતાણી અને હસુમતીબેન પી.ધોળકીયા હ.મેહુલભાઇએ લાભ લેતાં ૨૧ લાખનું ભંડોળ થવા પામેલ.

આ પ્રસંગે જૈન અગ્રણી શ્રી હરેશભાઇ વોરા, શ્રી અમીનેશ રૂપાણી, વકીલ કમલેશ શાહ, શ્રી દિનેશભાઇ દોશી, પરેશભાઇ સુદાનવાળા, શ્રી ઇન્દુભાઇ બદાણી, શ્રી રંજનબેન જે.પટેલ, શ્રી ધીરૂભાઇ વોરા, શ્રી તારક વોરા, શ્રી હિતેનમહેતા, મહેશભાઇ શેઠ, માંડળભાઇ માલધારી વગેરેની હાજરી હતી. ૧૮ પાપ સ્થાનક શિબિરની કાવ્ય પ્રસ્તુતિ અતુલ મહેતાની ટીમ અને સૂત્ર સંચાલન મીતલ અપૂર્વ બાટવીયાએ કરેલ.

(3:01 pm IST)