ગુજરાત
News of Tuesday, 9th March 2021

વડતાલ શ્રી સ્વા.મંદિરમાં યોજાચેલ રવિ સભામાં સોમનાથ સંસ્કૃત યુનિ. દ્વારા આઠ આઠ સુવર્ણ ચંદ્રકો મેળવનાર SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના સંતોનું સન્માન કરતા પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ

અમદાવાદ તા.૯ સોમનાથ સંસ્કૃત યુનિ. ના વિશાળ પ્રાંગણમાં, કુલપતિ ગોપબંધુ મિશ્રાજીની ઉપસ્થિતિમાં, ૧૩ મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમા ૭૫૦  જેટલા છાત્રોને પદવી એનાયત કરવામાં આવી હતી.

    જેમાં SGVP ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થી સંત મુનિવત્સલદાસજી સ્વામીએ ઉપનિષદ્ અને વચનામૃત આાધારિત ચાર પુરુષાર્થ એ વિષય પર શોધનિબંધ રજુ કરેલ.

    તેમજ અંકિત રાવલે વ્યાકરણમાં સિદ્ધાન્ત કૌમુદી આધારિત શોધ નિબંધ રજુ કરતા કુલપતિના હસ્તેપીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી

    તેમજ વિદ્યાર્થી સંત શ્રી નિરંજનદાસજી સ્વામીએ  આચાર્ય કક્ષામાં યુનિવર્સિટી પ્રથમ અને હરિકૃષ્ણદાસજી સ્વામીએ (વડતાલ) શ્રી સ્વામિનારાયણ વેદાંતમાં શાસ્ત્રી ક્ક્ષામાં પ્રથમ સ્થાન તેમજ ઋષિકુમાર પંડ્યા પ્રતિક શાસ્ત્રી કક્ષાએ પ્રથમ સ્થાન અને શાસ્ત્રી કક્ષાએ ન્યાયશાસ્ત્રમાં ખૂંટ સહજ પ્રથમ અને આચાર્ય કક્ષાએ ન્યાયશાસ્ત્રમાં રાજ્યગુરુ જયદેવ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા કુલપતિના હસ્તે ગોલ્ડ મેડલ  અર્પણ કરેલ.

    SGVP ગુરુકુલ પ્રાર્થના સભામાં શા. માધવપ્રિયદાસજી સ્વામીએ તમામ વિજેતાં સંતોને આશીર્વાદ આ્પ્યા હતા.

    ત્યારબાદ વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ચ શ્રી રાકેશપ્રસાદજી મહારાજની સાનિધ્યમા  સભામંડપમાં યોજાયેલ ૫૦મી રવિવાર સભામાં, SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના સંતો અને ઋષિકુમારોને ઝળહળતી સફળતા બદલ વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે હાર પહેરાવી આશીર્વાદ આપી સન્માનિત કર્યા હતા.

(11:59 am IST)