ગુજરાત
News of Wednesday, 8th February 2023

રાજપીપળાની ડિસ્ટિક કોર્ટના ચીફ જજની અચાનક બદલી કરી દેતા બાર એસોસિયેશન હડતાલ પર ઉતર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા બાર એસો.ની મળેલી મિટિંગમાં ડીસ્ટ્રીકટ જજ એ.આર.પટેલની અચાનક ટ્રાન્સફર બાબતે વિરોધ નોંધાવતો ઠરાવ કરવામાં આવ્યો હતો
  નર્મદા જિલ્લા બાર એસો.નાં પ્રમુખ વંદનાબેન ભટ્ટ નાં જણાવ્યા મુજબ અમારા બાર એસો.ની મળેલી મિટિંગ માં થયેલા ઠરાવ મુજબ ડીસ્ટ્રકીટ જજ પટેલ સાહેબ ખુબ જ સરળ અને સતત કાર્યશીલ રહેતા ખુબ જ ઉમદા જજ સાહેબ છે. તેઓ હંમેશા સહાનુકુળ તથા અનુકુળ સ્થિતિને સતત ધ્યાનમાં રાખી નર્મદા જીલ્લા ડીસ્ટ્રીકટ કોર્ટની સંપુર્ણ ઉત્કર્ષ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહયા છે. તેઓ  હજી ૬ મહીના અગાઉ જ નર્મદા ડીસ્ટ્રીક્ટ કોર્ટના  પ્રિન્સી. ડીસ્ટ્રીક્ટ જજ તરીકે ચાર્જ સંભાળેલ જો આવા ટુંકાગાળાના સમયમાં જજોની ટ્રાન્સફર થતી રહેશે તો કાર્યપ્રણાલીમાં પણ સ્થિરીકરણ આવી શકશે નહીં જેનાથી ત્વરીત ન્યાયમાં વિક્ષેપ પડે છે તેમજ કેસોનું ભારણ વધે છે. તેઓએ ખુબજ ટુંકા ગાળામાં ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગનું ઉદઘાટનની કામગીરી ખુબ જ સરળતાથી તેમજ સારી રીતે પાર પાડેલી. ત્યારબાદ નવી ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગની વ્યવસ્થાપન ગોઠવવામાં ખુબજ ટુંકા સમયમાં બાર અને બેન્ચ વચ્ચે સંકલન રાખીને સફળતા પુર્વકની કામગીરી કરેલ છે.હજી ઘણી વ્યવસ્થાઓ નવી કોર્ટ બિલ્ડીંગમાં કરવાની બાકી છે. નવી કોર્ટ બિલ્ડીંગમાં મહતમ કામગીરી પુર્ણ કરેલ હોય અને બાકીની કામગીરી આ સાહેબના અધ્યક્ષ પણામાં ઘણી સફળતા પુર્વક પુર્ણ થઈ શકે તેમ છે. તેઓ બાર અને બેન્ચ વચ્ચે યોગ્ય સંકલન કરી સરળતાપુર્વક સમગ્ર કામગીરી પાર પાડી શકે તે હેતુથી પણ તેઓની હાલમાં થયેલ ટ્રાન્સફર રોકવામાં આવે એવી સખત રજુઆતો થયેલ છે. એ સાથે એન.ડી. બી.એ.ના સભ્યો જણાવે છે કે તેઓ જયુડીશ્વરીની કામગીરીમાં પણ જુનીયરોને પ્રોસીજર તેમજ રજુઆતો યોગ્ય રીતે કરી શકે તેવો માહોલ પુરો પાડે છે. હવે જયારે તેઓની નિવૃતીના અલ્પ મહિના બાકી રહેલ છે ત્યારે બાકીનો સમય અત્રેજ પુર્ણ કરે તે અમો સર્વાનુમતે ઠરાવીએ છીએ. આદીવાસી વિસ્તાર એવા નર્મદા જીલ્લામાં પોતાની આગવી શૈલીથી સૌના સાથ તથા સહકારથી જે કાર્ય તેઓ ધ્વારા કરવામાં આવે છે. તેને પણ ધ્યાને લઈ નિવૃતી સમય અત્રે પુર્ણ થાય તેવી અમો નર્મદા જીલ્લા બાર એસોશીએશનના સભ્યો આ સાથે નામ.હાઈકોર્ટ પાસેથી અપેક્ષા રાખીએ છીએ તેવો ઠરાવ કરાયો છે

નર્મદા જિલ્લા બાર એસોસિયેશન ના સભ્યો ની એક મિટિંગ કરી ઠરાવ કર્યો કે ઇમર્જન્સી કામગીરી સિવાયની તમામ કામગીરીથી તમામ વકીલો અળગા રહી હડતાલ પર ઉતરશે જ્યાં સુધી નવો ઠરાવ ના થાય ત્યાં સુધી અચોક્કસ મુદત માટે અને આ સાથે હાઇકોર્ટમાં અમે રજૂઆત કરીશું કે જજ સાહેબ એ આર પટેલ ની બદલી ઓર્ડર રદ કરી પુનઃ નર્મદા માં મુકવામાં આવે.

(10:24 pm IST)