ગુજરાત
News of Wednesday, 8th February 2023

ક્રિકેટ એસોસિયેશન નર્મદા દ્વારા નર્મદા પ્રીમિયર લીગનું આયોજન : 8 ટીમોમાં 140 ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લેશે

8 ટીમોમાં સ્પોન્સરો ખેલાડીઓની પસંદગી કરશે : જિલ્લાના ક્રિકેટ ખેલાડીઓ માટે કિક્રેટ એસોસિયેશન નર્મદા એક મોટું પ્લેટફોર્મ બની રહેશે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :ક્રિકેટ એસોસિયેશન નર્મદા જિલ્લા પ્રથમવાર રાજપીપળા ખાતે નર્મદા પ્રીમિયર લીગ NPLનું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યું છે. જિલ્લાના ક્રિકેટ ખેલાડીઓ માટે કિક્રેટ એસોસિયેશન નર્મદા એક મોટું પ્લેટફોર્મ બનવા જઈ રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના ક્રિકેટ ખેલાડીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં નર્મદા પ્રીમિયર લીગ ટુર્નામેન્ટના આયોજન માટે વડિયા સર્કિટ હાઉસ ખાતે ક્રિકેટ એસોસિયેશન નર્મદાના પ્રમુખ ભરતભાઈ વસાવા, ઉપ પ્રમુખ કુલદીપસિંહ ગોહિલની આગેવાનીમાં  આયોજકો ની બેઠક મળી હતી. જેમાં 8 ટીમો આ ટુર્નામેન્ટમાં રમાડવા સાથે ખેલાડીઓની પસંદગી સહીતની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.

 આ ટુર્નામેન્ટ ના આયોજનમાં વિવિધ કમિટીઓ બનાવી ને જરૂરી કામગીરી સોંપવામાં આવી અને અને 8 જેટલી ટીમો નક્કી કરવામાં આવી જેમાં રાજપીપલા, કેવડિયા, ડેડીયાપાડા સહિતની ટિમોના સ્પોન્સરો દ્વારા આગામી સમયમા ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. હાલમાં પ્રાથમિક આયોજન કરી મેદાન બનાવવુ, સીઝન માટેની સ્પેશિયલ પીચ તૈયાર કરવી, ટિમો ના ડ્રેસ સિલેક્શન,થી લઈને પ્રથમવાર આ મેચનું આયોજન થઇ રહ્યું છે ત્યારે દાતાઓ પણ આગળ આવે સાથે ટીમ ખેલાડીઓ, વિનર, રનરપ કપ સ્પોન્સર કરે એવી ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જગદીશ કહાર, અનિલ રોહિત, કમલેશ પટેલ, ગિરિરાજ ખેર વસાવા રાજેશ, વસાવા કૌશિક, વસાવા, વિપુલ, મનોજ લાલકિયા સહીત આગેવાનો હાજર રહ્યા હતા.

(10:24 pm IST)