ગુજરાત
News of Wednesday, 8th February 2023

રાજપીપળા વડીયા પેલેસનું બસ સ્ટેન્ડ મુસાફરો માટે કે શિયાળાનાં તાપણાં માટે..?? કચરાનું સામ્રાજ્ય

રાજપીપળા વડીયા પેલેસનું બસ સ્ટેન્ડ મુસાફરો માટે કે શિયાળાનાં તાપણાં માટે..?? કચરાનું સામ્રાજ્ય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરમાં આવેલા વડીયા પેલેસ સામે આવેલું બસ સ્ટેન્ડ જાણે લોકો માટે તાપણું કરવા ઉભુ કરાયેલું હોય એમ ત્યાં મુસાફરો નજરે નથી પડતા પણ સ્ટેન્ડની અંદર બસની રાહ જોવા બેઠેલા મુસાફરોની જગ્યા પર તાપણું કર્યા બાદનો બડેલો કચરો અને રાખ જોવા મળે છે

 દેશના વડાપ્રધાન મોદી સ્વચ્છતા અભિયાન માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે મોટાભાગના જિલ્લાઓ માં આ બાબતે કોઈ કાળજી લેવાતી નથી અને ખાસ કરીને વાત કરીએ તો જિલ્લના ઉચ્ચ અધિકારીઓ પણ આ માટે ખાસ કોઈ ધ્યાન આપતા હોય એમ લાગતું નથી માટે પીએમનું સ્વચ્છતા અભિયાનનું આ સ્વપ્ન પૂરું થાય તેમ જણાતું નથી
હાલમાં વાત કરીએ તો રાજપીપળા કાળિયા ભૂત મામાંનાં મંદિરની આગળ આવેલા વડીયા પેલેસ સામે આવેલા પિક અપ બસ સ્ટેન્ડની તો આ બસ સ્ટેન્ડ મુસાફરો માટે બનાવ્યું હોવા છતાં ત્યાં મુસાફરો કરતા કચરો વધુ પ્રમાણ માં નજરે પડે છે હાલ શિયાળાની ઋતુ હોય બસ સ્ટેન્ડ માં મુસાફરોને બેસવાની જગ્યા પર તાપણું કર્યા બાદ વધેલો કચરો અને રાખ નાં ઢગલાં જોવા મળે છે. માટે લોકોના ઉપયોગ માટે બનાવાયેલા આ બસ સ્ટેન્ડ નો દુરુપયોગ થતો હોય લાગતા વધતા વિભાગના અધિકારી આ માટે યોગ્ય કરે તે જરૂરી છે.

(10:23 pm IST)